________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૫૮]. “કયાં છે મારો ચિદાનંદ પ્રભુ!” ત્રણ ગૂફાની અંદર જઈને શોધ
એક મુમુક્ષુ, આત્માને શોધતો હતો. જ્ઞાની મહાત્માએ તેને સમજાવવા દષ્ટાંત આપ્યું
એક મનુષ્ય હતો; તે બળદ જેવું રૂપ ધારીને પૂછતો હતો કે “હું મનુષ્ય કયારે થઈશ?” –ભાઈ ! તું મનુષ્ય જ છો, તું બળદ નથી. તારી ભાષા, તારી ચેષ્ટા, તારું રૂપ, તારા ખાનપાન વગેરે ઉપરથી તું જો, કે તું મનુષ્ય જ છો... તેમ ઉપયોગસ્વરૂપ જીવ પૂછે છે કે “હું ઉપયોગસ્વરૂપ કયારે થઈશ?' હે આત્મા! તું ઉપયોગ સ્વરૂપ તો છો જ; બીજારૂપ થયો નથી. તારા પ્રશ્ન ઉપરથી, તારી જાણવાની ચેષ્ટાઓ ઉપરથી તું જ કે તું ઉપયોગસ્વરૂપ જ છો.
ખોટા સ્વાંગ રાગાદિના કરવા છોડી દે તો સ્વયમેવ ઉપયોગસ્વરૂપ તું છો જ. બહારમાં ન શોધ, અંતરમાં જ દેખ. ઉપયોગસ્વરૂપ આત્મા પ્રભુ-ચિદાનંદરાજા, તેને
કઈ રીતે ગોતવો?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com