________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૩૪ : જૈનધર્મની વાર્તાઓ
સ્વરૂપની મસ્તીમાં મસ્ત, અડોલ પ્રતિમાયોગ ધારીને બેઠા છે. બહારમાં મસ્તક ભલે અગ્નિમાં બળે છે પણ અંદર આત્મા તો ચૈતન્યના પરમ શાંતરસમાં તરબોળ છે. શરીર બળે છે પણ આત્મા ઠરે છે, કેમ કે બન્ને જુદા છે. જડ ચેતનના ભેદજ્ઞાન વડે ચૈતન્યની શાંતિમાં સ્થિર થઈને ઘોર પરીષહુ સહનારા તે મુનિરાજ, અત્યંત શૂરવી૨૫ણે આરાધનામાં દઢ રહ્યા અને તે જ વખતે ક્ષપકશ્રેણી માંડી: જે દિવસે દીક્ષા લીધી તે જ દિવસે શુક્લધ્યાન વડે કર્મોને ભસ્મ કરી કેવળજ્ઞાન અને મોક્ષ પામ્યા...નૈમનાથપ્રભુના તીર્થમાં તેઓ ‘અંતકૃત ' કેવળી થયા. તેમના કેવળજ્ઞાન અને નિર્વાણ બન્નેનો મહોત્સવ દેવોએ એક સાથે કર્યો.
જે
એકાએક રાજપુત્ર ગજકુમારની દીક્ષાકેવળજ્ઞાન અને મોક્ષની વાત સાંભળીને તરત સમુદ્રવિજય મહારાજ (નેમપ્રભુના પિતાજી) વગેરે નવે ભાઈઓ (વસુદેવ સિવાયના) એ સંસારથી વિરક્ત થઈને જિનદીક્ષા ધારણ કરી. શ્રી નેમપ્રભુના માતાજી શિવાદેવી વગેરેએ પણ દીક્ષા લીધી. ફરી પાછા અનેક વર્ષ વિહાર કરી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com