________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
| [ ૬૧] દ્વારકાનગરી જ્યારે સળગી ગઈ ત્યારે...
દ્વારકા ભલે દગ્ધ થઈ, પણ ધર્માત્માની શાંતપર્યાય સળગી ન હતી; તે તો અગ્નિથી તેમ જ શરીરથી પણ અલિપ્ત, ચૈતન્યરસમાં લીન હતી.
શ્રી નેમપ્રભુ ગીરનાર પધાર્યા, ને શ્રીકૃષ્ણબલભદ્ર વગેરે તેમના દર્શને આવ્યા ત્યારે નેમપ્રભુના શ્રીમુખથી દિવ્ય ધ્વનિનો વીતરાગી ઉપદેશ સાંભળ્યા બાદ, બળભદ્ર વિનયથી ભગવાનને પૂછયું-હું દેવ! આપના પુણ્યપ્રતાપે દ્વારકાપુરી કુબેરે રચી છે, હવે અદ્ભુત વૈભવથી ભરેલી તે દ્વારકાનગરી કેટલા વર્ષ રહેવાની છે? જે વસ્તુ કૃત્રિમ હોય તેનો નાશ થાય જ. તો આ દ્વારિકા નગરી સહેજે વિલય પામશે કે કોઈના નિમિત્તથી? વળી જેના ઉપર મને તીવ્ર સ્નેહ છેએવા આ મારા ભાઈ કૃષ્ણવાસુદેવનો પરલોકવાસ કયા કારણે થશે? -મહાપુરુષનું શરીર પણ કાંઈ કાયમ તો રહેતું નથી. અને મને જગતસંબંધી બીજા કોઈ પદાર્થોનું મમત્વ તો અલ્પ છે, માત્ર એક ભાઈ-શ્રીકૃષ્ણના તીવ્ર સ્નેહબંધનથી બંધાયેલો છું.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com