________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૩૭ નેમપ્રભુએ દિવ્યધ્વનિમાં કહ્યું-આજથી બાર વર્ષ બાદ માદકપીણાની ઉન્મત્તતાથી યાદવકુમારો મુનિ-દ્વીપાયનને ક્રોધ ઉપજાવશે, ને તે દ્વીપાયનમુનિ (બળભદ્રના મામા) ક્રોધવડે આ દ્વારકાનગરીને ભસ્મ કરશે. તથા મહાભાગ શ્રીકૃષ્ણ કૌશાંબીના વનમાં સૂતા હશે ત્યારે તેમના જ ભાઈ જરકુમારના બાણથી તે પરલોકને પામશે. ત્યારબાદ છ માસ પછી સિદ્ધાર્થદવના સંબોધનથી તમે (બલભદ્ર) સંસારથી વિરક્ત થઈને સંયમદશાને ધારણ કરશો.
જન્મ-મરણના દુઃખનું કારણ તો રાગ-દ્વેષ ભાવ છે; અને જ્યારે પુણ્ય-પ્રતાપનો ક્ષય થાય ત્યારે બહારમાં કોઈ ને કોઈ નિમિત્ત મળે છે. વસ્તુસ્વભાવને જાણનારા વૈરાગી જીવો પુણ્યપ્રસંગમાં હર્ષ નથી કરતા ને તેના નાશ વખતે વિષાદ નથી કરતા. વાસુદેવના વિયોગથી તમને (બલભદ્રને) પ્રથમ તો ઘણો ખેદ થશે, પણ પછી પ્રતિબુદ્ધ થઈને, ભગવતી દીક્ષા ધારણ કરશો, ને પાંચમા બ્રહ્મસ્વર્ગમાં જશો ત્યાંથી નરભવ પામીને નિરંજન સિદ્ધ થશો.... મોક્ષ પામશો. શ્રીકૃષ્ણ પણ ભવિષ્યમાં મોક્ષ પામશે. (બલભદ્ર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com