________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૪૭ જાદા ચેતનસ્વરૂપ આત્મા છીએ. તો પણ મોહવશ બન્ને વ્યાકુળ થઈને બોલવા લાગ્યા: “અરે અમારા મહેલો ને રાણીઓ સળગી રહ્યા છે, પરિવાર અને પ્રજાજનો સળગી રહ્યા છે, કોઈ તો બચાવો! કોઈ દેવ તો સહાય કરવા આવો !' –પણ, સર્વજ્ઞદેવે દિખેલા ભવિતવ્ય સામે, અને દીપાયનઋષિના ક્રોધ સામે દેવ પણ શું કરે? આયુ ખૂટતાં ઈન્દ્ર-નરેન્દ્રજિનેન્દ્ર કોઈ પણ જીવને બચાવી શકતા નથી. માત્ર એક પોતાનો આત્મા જ પોતાનું શરણ છે.
- જ્યારે કોઈ ઉપાય ન સુઝયો ત્યારે શ્રીકૃષ્ણ અને બળભદ્ર નગરીનો કિલ્લો તોડીને દરિયાના પાણી વડે આગ બૂઝાવવા મથ્યા. પરંતુ રે દેવ! એ પાણી પણ તેલ જેવું થવા લાગ્યું ને તેના વડે ઊલ્ટી વધુ આગ લાગવા માંડી. ત્યારે આગને ઠારવાનું અસાધ્ય જાણીને તે બન્ને ભાઈઓ માતાપિતાને નગર બહાર કાઢવાના ઉધમી થયા. રથમાં માતા-પિતાને બેસાડીને ઘોડા જેડડ્યા પણ તે ન ચાલ્યા; હથિી જોડયા તે પણ ન ચાલ્યા; રથના પૈયા પૃથ્વીમાં ખેંચી ગયા. અંતે “હાથી-ઘોડાથી રથ નહિ ચાલે” એમ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com