SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૮ : જૈનધર્મની વાર્તાઓ દેખીને તે શ્રીકૃષ્ણ અને બળભદ્ર બન્ને ભાઈઓ પોતે રથમાં જુત્યા અને જોર કરીને ખેંચવા લાગ્યા.પરંતુ રથ તો ન ચાલ્યો તે ન જ ચાલ્યો...એ તો ત્યાં ને ત્યાં જ ખોડાઈ ગયો...જ્યારે બળદેવ જોર કરવા લાગ્યા ને રથને દરવાજા પાસે લાવ્યા... ત્યારે નગરીના દરવાજા આપોઆપ બીડાઈ ગયા. બન્ને ભાઈઓએ પાટુ મારી-મારીને દરવાજા તોડ્યા, ત્યાં તો આકાશમાંથી દેવવાણી થઈ કે માત્ર તમે બે ભાઈઓ જ દ્વારકામાંથી જીવતા નીકળી શકશો, ત્રીજું કોઈ નહિ; માતા-પિતાને પણ તમે નહિ બચાવી શકો. ત્યારે માતા-પિતાએ ગળભાવે કહ્યું: હું પુત્રો! તમે શીઘ્ર ચાલ્યા જાઓ, અમારું તો મરણ નક્કી છે; અહીંથી હવે એક પગલું પણ ગમન થઈ શકશે નહિ. માટે તમે જાઓ...તમે યદુવંશના તિલક છો. તમે જીવશો તો બધું થઈ રહેશે. બન્ને ભાઈઓ અત્યંત હતાશપણે, માતા-પિતાના પગે પડી, રડતા-રડતાં તેમની રજા લઈને નગર બહાર ચાલ્યા. (અરે, ત્રણખંડના ઇશ્વર માતા-પિતાનેય ન બચાવી શકયા.) શ્રીકૃષ્ણ બળભદ્ર બહાર આવીને જોયું, તો શું દેખ્યું? Please inform us of any errors on [email protected]
SR No.008253
Book TitleJain Vartao 05
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1983
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size934 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy