________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૬૦ : જૈનધર્મની વાર્તાઓ
કુમારનું ચિત્ત કંઈક શાંત થયું, ને તેણે શ્રીકૃષ્ણને આ વનમાં આવવાનું કારણ પૂછ્યું.
ત્યારે શ્રીકૃષ્ણે ગળગળા થઈને કહ્યું હું ભાઈ! દ્વારિકાનગરી તો બળી ગઈ; જે વૈરાગ્યવંત જીવો ત્યાગી થઈ ને ચાલ્યા ગયા તેઓ બચ્યા, બાકી બધા ભસ્મ થઈ ગયા...આખા યાદવકુળનો નાશ થઈ ગયો...માતા-પિતાને પણ અમે બચાવી ન શક્યા. માત્ર અમે બે ભાઈ જ બહાર નીકળી શક્યા છીએ ને દક્ષિણ તરફ જતાં આ વનમાં આવ્યા છીએ...
આખી દ્વારકાનગરીનો ને સમસ્ત યાદવકુળનો નાશ સાંભળીને જરતકુમાર ખૂબ વિલાપ કરવા લાગ્યો...અરે, ત્યાં આખી નગરીમાં યાદવો બળી ગયા, ને અહીં મારા હાથે તમારો ઘાત થયો! અરેરે ! હવે હું શું કરું? હું ક્યાં જાઉં? મારા ચિત્તનું સમાધાન કેમ થાય ? ભાઈના ઘાતથી મારો મહાન અપયશ થયો, મેં મહા પાપ બાંધ્યું ને હું ઘણો દુ:ખી થયો... એમ કહીને તે ખૂબ વિલાપ કરવા લાગ્યો...
ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું:- હૈ ભ્રાત ! વિલાપ છોડો...આ સંસારમાં બધા જીવો પોતાના કર્મ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com