________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૬૩ દઢ છે. હોનહાર તીર્થેશ્વર આવું શુભચિંતન કરતા હતા. પણ છેલ્લી ઘડીએ અંતસમયે પરિણામ જરા સંકલેશરૂપ થઈ ગયા અને દેહ છોડીને ત્રણ ખંડના નાથ મેઘાભૂમિ - પરલોક પધાર્યા. કૌશાંબીવનમાંથી તેઓ પરભવ સંચર્યા.
અરે, તરસ છીપાવવા પાણી મંગાવ્યું....પણ તે પાણી આવતાં પહેલાં તો પ્રાણ છૂટી ગયા...આ ક્ષણભંગુર સંસારમાં આવા મહાપુરુષોનું શરીર પણ સ્થિર નથી તો બીજાની શી વાત !
રાજા રાણા છત્રપતિ, હાથીનકે અસવાર, મરના સબકો એકદિન, અપની અપની વાર.
- અરે, ક્યાં ત્રણ ખંડપૃથ્વીનો રાજવૈભવ ! ને ક્યાં પાણી વગર નિર્જન વનમાં મૃત્યું ! પુણ્ય વખતે સેવા કરનારા હજારો દેવોમાંથી કોઈ દેવ એ તરસ્યા પ્રભુને પાણી પાવા ય ન આવ્યો ! સંયોગનો શો ભરોસો!!
- થોડી વારે બળભદ્ર પાણી લઈને આવ્યા....આવીને જુએ છે તો શ્રીકૃષ્ણ નિશ્ચેષ્ટપણે સૂતા છે.તીવ્ર પ્રેમને લીધે, શ્રીકૃષ્ણના મૃત્યુની તો તેમને કલ્પનાય ક્યાંથી હોય ! તેમને તો એમ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com