________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૫૫ મળવું દુર્લભ. ખરે બપોરે એવા ભયંકર વનમાં આવ્યા, ત્યારે થાકેલા શ્રીકૃષ્ણને ખૂબ તરસ લાગીતે બળભદ્રને કહેવા લાગ્યા –હે બંધુ! મને ખૂબ પ્યાસ લાગી છે, પાણી વગર મારા હોઠ અને ગળું સૂકાય છે. હવે હું એક પગલુંય ચાલી શકું તેમ નથી. માટે મને જલ્દી ઠંડું પાણી પીવડાવો. જેમ અનાદિના સારરહિત સંસારમાં સંતપ્તજીવને સમ્યગ્દર્શનરૂપી જળની પ્રાપ્તિ થતાં તેનો ભવઆતાપ મટે છે, તેમ મને શીતળ જળ લાવી આપો જેથી મારી તરસ મટે. તરસના માર્યા શ્રીકૃષ્ણના મુખમાંથી ઊના-ઊના શ્વાસ નીકળતા હતા. અરેરે ! ત્રણખંડના ધણીને પાણીના સાંસા પડયા છે!
બલભદ્ર દુઃખી થઈને અત્યંત સ્નેહથી કહે છે -હે હરિ! હે ભ્રાત! હે ત્રણખંડના તાત! હું હમણાં જ તમારે માટે શીતળ પાણી લાવું છું. ત્યાં સુધી જિનસ્મરણવડ તમારી તૃષા શાંત કરો. તમે તો જિનવાણીરૂપ અમૃતના પાન વડે સદાય તૃપ્ત છો. આ પાણી તો થોડા જ વખત સુધી તરસ મટાડે છે, પાછી તરસ લાગે છે, ત્યારે જિન-વચનરૂપી અમૃત તો સદાકાળ માટે વિષય-તૃપાને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com