________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર : જૈનધર્મની વાર્તાઓ સગાઈ થયેલી તે કન્યાઓને તેમના માતા-પિતાએ ઘણું સમજાવ્યું કે હજી તમારા લગ્ન થયા નથી માટે તમે બીજે પરણી જાઓ. –પણ તે ઉત્તમ સંસ્કારી કન્યાઓએ દઢપણે કહ્યું નહીં, પિતાજી! મનથી એકવાર જેને પતિ તરીકે સ્વીકાર્યા તેના સિવાય હવે બીજે કયાંય અમે લગ્ન કરશું નહીં; જે કલ્યાણમાર્ગે તેઓ ગયા તે જ કલ્યાણ માર્ગે અમે પણ જઈશું. તેમના પ્રતાપે અમને પણ આત્મહિતનો અવસર મળ્યો. આ પ્રમાણે તે કન્યાઓ પણ સંસારથી વૈરાગ્ય પામી અને દીક્ષા લઈને અર્શિકા બની. –ધન્ય આર્યસંસ્કાર! | મુનિરાજ ગજકુમાર સ્મશાનમાં જઈ અતિ ઉગ્ર પુરુષાર્થપૂર્વક ધ્યાન કરતા હતા. એવામાં સોમિલ શેઠ ત્યાં આવી ચડ્યો, પોતાની પુત્રીને આ ગજકુમારે રખડાવી-એમ સમજીને તે અત્યંત ક્રોધિત થયો. સાધુ થવું” તું તો મારી પુત્રી સાથે સગાઈ કેમ કરી? દુખ! તને શિક્ષા કરું! –એમ ક્રોધપૂર્વક તેણે ગજસ્વામી–મુનિરાજના મસ્તકે માટીની પાળ બાંધીને તેમાં અગ્નિ સળગાવ્યો.. મુનિરાજનું માથું ભડભડ બળવા લાગ્યું... અત્યંત કોમળ શરીર સળગવા લાગ્યું.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com