________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૩૧
આમ તેમનાથ પ્રભુના દર્શનથી ગજકુમા૨ ૫૨મ પ્રસન્ન થયા. પ્રભુના શ્રીમુખેથી તીર્થંકરાદિનું પાવન ચરિત્ર સાંભળ્યું; સાંભળ્યું; અહીં, આ તો નેમનાથપ્રભુની વાણી! વિવાહ સમયે જ વૈરાગ્ય પામનારા એ નેમપ્રભુની વીતરાગરસઝરતી વાણીમાં સંસારનું અસારપણું અને આત્મતત્ત્વનો ૫૨મ મહિમા સાંભળીને તે ગજકુમારનું હૃદય વૈરાગ્યથી ઝણઝણી ઊઠયું. તેઓ વિષયોથી વિરક્ત થયા: ‘અરેરે, અત્યાર સુધી હું સંસારના વિલાસમાં ડૂબી રહ્યો ને મારી મોક્ષસાધનાને ચૂકી ગયો... હવે હું આજે જ દીક્ષા લઈશ ને ઉત્તમ પ્રતિમાયોગ ધારણ કરીને મોક્ષને સાધીશ.' -એ પ્રમાણે નિશ્ચય કરીને, તરત જ માતા-પિતાને તેમ જ રાજપાટ તથા કન્યાઓને છોડીને, જિનેન્દ્રદેવના ધર્મનું શરણ લીધું: સંસારથી ભયભીત, મોક્ષ માટે ઉત્સુક અને પ્રભુના પરમ ભક્ત એવા તે વૈરાગી રાજકુમારે ભગવાન નેમિનાથની આજ્ઞાપૂર્વક
દિગંબર જિનદીક્ષા ધારણ કરી. તેની અનંત આત્મશક્તિ જાગી ઊઠી. મુનિ ગજકુમા૨ ચૈતન્યધ્યાનમાં તલ્લીનતાપૂર્વક મહાન તપ કરવા લાગ્યા. તેમની સાથે જેની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com