________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬ : જૈનધર્મની વાર્તાઓ સહેજ વિકલ્પ થઈ જવાથી તેઓ કેવળજ્ઞાન ન પામ્યા, પણ વૈરાગ્યભાવનાપૂર્વક “સર્વાર્થસિદ્ધિ નામના સૌથી ઊંચા દેવલોકમાં ગયા. ત્યાંથી નીકળીને તેઓ મોક્ષ પામશે.
શેત્રુંજય-સિદ્ધક્ષેત્ર ઉપર ઉપસર્ગ વખતે પાંડવ મુનિવરોએ જેવી ઉત્તમ ભાવનાઓ વડે આત્મકલ્યાણ કર્યું તેવી વૈરાગ્યભાવના દરેક મુમુક્ષુજીવે ભાવવા જેવી છે, તેથી “પાંડવપુરાણ' અનુસાર તે વૈરાગ્ય ભાવનાઓ અહીં આપીએ છીએ.
પ્રથમ તો, અગ્નિ વડે સળગતા શરીરને દેખીને તે ધીરવીર પાંડવોએ ક્ષમારૂપી જળનું સીંચન કર્યું પંચપરમેષ્ઠી અને ધર્મના ચિંતન વડે તેઓ આત્મધ્યાનમાં ઠર્યા, આત્મામાં ક્રોધાગ્નિને પ્રવેશવા ન દીધો, તેથી તેઓ બળ્યા નહિ. તેઓ જાણતા જ હતા કે આ અગ્નિ કાંઈ અમારા આત્માને તો બાળી શકતો નથી, કેમકે આત્મા તો દેહથી ભિન્ન શુદ્ધ - ચૈતન્ય સ્વરૂપ, અરૂપી છે. અગ્નિ આ મૂર્તિકશરીરને ભલે બાળે, તેમાં અમારું શું નુકશાન છે? અમે તો ધ્યાનવડે શાંતચૈતન્યમાં ઠરવું. આ પ્રમાણે શરીરથી ભિન્ન આત્માના ચિંતન વડે મહાન ઉપસર્ગ – વિજયી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com