________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૭૩
પોતાના પૂર્વભવોનું વર્ણન સાંભળતા તે પાંડવોનું તેમ જ દ્રૌપદીનું ચિત્ત સંસારથી એકદમ વિરક્ત થયું ને વિશુદ્ધ પરિણામપૂર્વક પ્રભુસન્મુખ જિનદીક્ષા ધારણ કરી અહા, યુધિષ્ઠિર-ભીમ-અર્જુન-નકુલ સહદેવ એ પાંચે ભાઈઓ જૈનમુનિ થઈને, આત્મધ્યાનમાં લીન થયા ને પંચ પરમેષ્ઠીપદમાં શોભવા લાગ્યા. એમને દેખીને સૌ આશ્ચર્ય પામ્યા...દેવો પણ આનંદપૂર્વક ઉત્સવ કરવા લાગ્યા. એ જ વખતે દ્રૌપદીએ તેમ જ માતા કુન્તા અને સુભદ્રાએ પણ રાજિમતી-અર્થિકાની સમીપ જઈને દીક્ષા ધારણ કરી.
ત્યારબાદ વિહાર કરતાં-કરતાં એ પાંડવ મુનિવરો સૌરાષ્ટ્ર દેશમાં આવ્યાં. નેમપ્રભુની કલ્યાણક ભૂમિ ગીરનારની યાત્રા કરી...વૈરાગ્યભૂમિ સહસ્ત્ર આમ્રવનમાં થોડા દિવસ રહીને આત્મધ્યાનની ઉગ્રતા વડે વીતરાગતાની વૃદ્ધિ કરી...પછી શત્રુંજય-સિદ્ધક્ષેત્ર ઉપર આવીને અડોલપણે આત્મધ્યાન કરવા લાગ્યા. અહીં, પરમેષ્ઠીપદમાં ઝૂલતા એ પાંચ-પાંડવ મુનિવરો પંચપરમેષ્ઠી જેવા જ શોભતા હતા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com