________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૮૩ મારો આત્મા પણ કોઈના આલંબન વગરનો છે; માટે પરાલંબીબુદ્ધિ છોડીને હું મારા આત્માને જ અવલંબુ છું–ક જેથી મારી લોકયાત્રા પૂરી થાય, અને લોકનું સર્વોત્કૃષ્ટ સ્થાન મને મળે. કેડ ઉપર હાથ ટેકવીને અને પગ પહોળા કરીને ઊભેલા પુરુષની સમાન આ લોકનો આકાર છે. એવા આ લોકમાં જીવ સમ્યગ્દર્શન અને સમભાવ વિના જ અનંતકાળથી આમ-તેમ ઘૂમી રહ્યો છે. માટે હું આત્મા ! તું ઉર્ધ્વ-મધ્ય ને અધોલોકનું વિચિત્ર સ્વરૂપ વિચારીને, લોકમાં સર્વોત્કૃષ્ટ મહિમાવંત એવા તારા આત્મામાં સ્થિર થા, કે જેથી તારું લોકભ્રમણ અટકીને સ્થિર સિદ્ધદશા પ્રગટે. લોકનો એક પણ પ્રદેશ આઘો-પાછો થતો નથી; તેમજ લોકમાંના જીવ-અજીવ દ્રવ્યોની સંખ્યામાં એકનો પણ વધારો કે ઘટાડો થતો નથી.
(૧૧) બોધિ દુર્લભ ભાવના
જીવને મનુષ્યપર્યાય, ઉત્તમકૂળ, નીરોગશરીર, દીર્ઘ આયુષ્ય, જૈનશાસન, સત્સંગ અને જિનવાણીનું શ્રવણ-એ બધુંય મળવું ઉત્તરોત્તર દુર્લભ છે. ભાગ્યવશાત એ બધું મળવા છતાં ધર્મબુદ્ધિ જાગવી તે દુર્લભ છે. એ બુદ્ધિ જાગ્યા પછી અંતરમાં સમ્યકત્વનું પરિણમન થવું તે પરમદુર્લભ - અપૂર્વ છે. સમ્યકત્વ પછી મુનિધર્મને ધારણ કરવો તે દુર્લભ છે. અને મુનિધર્મ પછી સ્વરૂપમાં સ્થિર થઈને કેવળજ્ઞાન પ્રગટ કરવું તે સૌથી દુર્લભ છે.
માટે હું આત્મા! તું આ મહા દુર્લભ યોગને પામીને હવે અતિ અપૂર્વ એવા આત્મબોધને માટે પ્રયત્નશીલ થા. તે પરમદુર્લભ હોવા છતાં શ્રી ગુરુચરણના પ્રસાદથી આત્મરુચિના બળે તને તે સહજ સુલભ થઈ જશે. સમ્યક્ત્વાદિ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com