________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦ : જૈનધર્મની વાર્તાઓ
તું જે ઉત્તમ માર્ગે જઈ રહ્યો છે તેમાં મારે શું કહેવાનું હોય ! બેટા! તું તારી સાધનામાં શીધ્ર સફળ થા.. ને સર્વજ્ઞ–પરમાત્મા થઈને વેલાવેલા અમને દર્શન દે! એ જ અભિલાષા છે.
ધન્ય માતા!' એમ કહી, મસ્તક નમાવી, વરાંગકુમાર ત્યાંથી વિદાય થયો.
વૈરાગી વરાંગને વનમાં જતા દેખીને લોકો આશ્ચર્યસહિત અનેકવિધ વાતો કરતા હતા. -
એક મૂર્ખ મનુષ્ય કહ્યું – અરે, આ વરાંગરાજ બાલબુદ્ધિ છે; આશ્ચર્ય છે કે આવા મહાન રાજ-સુખોને છોડીને તે સ્વર્ગ-મોક્ષના સુખને ગોતવા વનમાં જાય છે! સ્વર્ગ-મોક્ષના સુખ કોણે જોયા છે! –કે તેને માટે આ પ્રત્યક્ષ મળેલા ઇન્દ્રિયસુખોને છોડીને વનમાં જાય છે! નહિ દેખેલા સુખને ખાતર આ મળેલા સુખોને પણ છોડ છે, તો તે બન્નેને ખોશે! મોક્ષસુખના નામે આ ભોળાજીવને કોઈએ ભરમાવ્યો છે! જ્યારે આટલા બધા ઇન્દ્રિયસુખો ઉપલબ્ધ છે-તો પછી બીજા કયા સુખને શોધવા વનમાં જાય છે!
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com