________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
છે શી વાતરી
પુસ્તક નંબર ૧૪ જૈનધર્મની વાર્તાઓ” નો આ પાંચમો ભાગ છે. કથાસાહિત્યમાં આપણા તીર્થંકરાદિ પુરાણપુરુષોનું જીવનચરિત્ર વાંચીને, નાના-મોટા સર્વે જિજ્ઞાસુઓને અત્યંત સરલતાથી ધર્મસંસ્કારોનું સીંચન થાય છે. મહાપુરુષોનું વીતરાગી જીવન ગમે તે પ્રસંગમાં આપણા ચિત્તમાં શાંતિ જગાડે છે ને વૈરાગ્ય પમાડીને આત્મહિતની પ્રેરણા આપે છે.
વડીલોને વિનતિ કે તમારા ઘરમાં સૌને ધર્મમાં રસ લેતા કરવા હોય ને ઉત્તમ સંસ્કારનું સીંચન કરવું હોય તો, જૈનધર્મની વાર્તાનાં પુસ્તકો ઘરમાં વસાવી જાઓ. અને તરત જ તમે તેની ચમત્કારિક અસર જોઈને ખુશી થશો.
આપણા ગુરુકહાનના ઉપકારોની સ્મૃતિમાં જૈનકથા-સાહિત્યનો આ અમૂલ્ય વારસો આપને મળી રહ્યો છે. તેમાં આ ૧૪મું પુસ્તક છે.
શ્રી કહાનસ્મૃતિ-પ્રકાશન સંતસાન્નિધ્ય સોનગઢ (૩૬૪૨૫૦).
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com