________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૬૯ જોતામાં નજર સામે સળગી ગઈ, ને કૃષ્ણ જેવા મહારાજા પાણી વગર વનમાં મૃત્યુ પામ્યા! આ સંસારમાં રાગ – પુણ્ય અને તેનાં ફળ એ બધાય અધ્રુવ ને અશરણ છે... જ્યાં પુણ્ય પણ જીવને શરણરૂપ નથી થતા ત્યાં બીજાની શી વાત !
-આ રીતે વૈરાગ્યચિત્તપૂર્વક પાંચ પાંડવો તેમજ દ્રૌપદી તથા માતા કૂન્તી અને સુભદ્રા, સૌ નેમપ્રભુના સમવસરણમાં બેઠા છે. બધાયનું ચિત્ત અસાર સંસારથી થાકી ગયેલું છે ને જિનદીક્ષા માટે તત્પર છે. ત્યારે યુધિષ્ઠિરે અત્યંત વૈરાગ્યપૂર્વક પ્રભુને વિનતી કરી - હે દેવ ! અમે પાંચે ભાઈઓના તેમજ દ્રૌપદીના પૂર્વભવ સાંભળવાની અમારી ઇચ્છા છે. અચિંત્ય વૈભવધારક પ્રભુની વાણીમાં તેમના પૂર્વભવની કથા આ પ્રમાણે આવીઃ
* યુધિષ્ઠિર-ભીમ-અર્જુન, તમે ત્રણે ભાઈઓ પૂર્વભવમાં ચંપાપુરીમાં બ્રાહ્મણના પુત્રો હતાઃ ૧. સોમદત્ત ૨. સોમિલ અને ૩. સોમભૂતિ.
* નકુલ - સહદેવ અને દ્રૌપદિ એ ત્રણે પૂર્વભવમાં અગ્નિભૂતિ બ્રાહ્મણની પુત્રીઓ હતી ૧. ધનશ્રી ૨. મિત્રશ્રી અને ૩. નાગશ્રી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com