________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૫૯] વરાંગકુમારનો વૈરાગ્ય વૈરાગ્યપ્રસંગે તેમના ઉદ્ગારો (ભાગ બીજો)
ભગવાન શ્રી નેમિનાથ પ્રભુના સમયની વાત છે. ઉત્તમપુરી નગરીમાં ધર્મસેન રાજા તથા ગુણવતી રાણી; તેમના પુત્ર રાજકુમાર વરાંગ.. તે શ્રી નેમિનાથ ભગવાન તથા મહારાજા શ્રીકૃષ્ણના સમકાલીન હતા. વીરનિર્વાણની બારમી સદીમાં જયસિંહનંદીમુનિરાજે “વરાંગચરિત્ર' રચેલ છે; તેમાંથી વૈરાગ્યમય દોહનનો પહેલો ભાગ જૈનધર્મની વાર્તાઓ-ભાગ ૪' માં આપી ગયા છીએ; બીજો ભાગ અહીં આપીએ છીએ.
શ્રી નેમિનાથ ભગવાનના ગણધર વરદત્તમુનિ, કેવળજ્ઞાન થયા પછી એકવાર ઉત્તમપુરીમાં પધાર્યા, અને વૈરાગી વરાંગકુમારે તેમનો ધર્મોપદેશ સાંભળ્યો. તેઓ યુવરાજ થયા અને સંસારની અનેક મુસીબતોમાંથી પણ પુણ્યયોગે પાર ઊતર્યા રાજ્યની વચ્ચે રહીને પણ ધર્મના પાલનપૂર્વક અનેક મંગલ કાર્યો કર્યા, છેવટે આકાશમાં તારો ખરતો દેખીને વરાંગરાજાનું ચિત્ત સંસારથી વિરક્ત થયું ને દીક્ષા લેવા તૈયાર થયા. પ્રથમ જિનપૂજાનો મહાન ઉત્સવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com