________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧ર : જૈનધર્મની વાર્તાઓ કર્યો ને રાજસભામાં પ્રજાજનોને જૈનધર્મના પાલનનો સુંદર ઉપદેશ આપ્યો. તેનું વર્ણન આ પહેલાંના ભાગમાં (કથા નં. પ૬ માં) છે, તે તમે વાંચ્યું હશે.
' હવે દીક્ષાવનમાં જતાં-જતાં તે વૈરાગી રાજકુમાર સ્ત્રી-પુત્રાદિ પરિવાર પ્રત્યે પણ કેવા વૈરાગ્ય-ઉદ્ગારો કાઢે છે! તે વાંચીને આપણા હૈયામાંથી એ વૈરાગી રાજપુત્ર પ્રત્યે “ધન્યવાદ” ના ઉદ્ગાર નીકળે છે.
જગતસ્વભાવ, અને જગતથી ભિન્ન આત્મસ્વભાવ, બન્નેના ચિંતનપૂર્વક, વૈરાગી વરાંગરાજનું ચિત્ત સંસારથી વિરક્ત થયું છે. તેની નજર મોક્ષમાં જ લાગી છે; એટલે પ્રજાના પ્રેમનું બંધન તોડી મોક્ષને સાધવા, તે વનમાં જવા તૈયાર થયા છે..
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com