________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮ : જૈનધર્મની વાર્તાઓ જે હરિવંશ, -જે વંશમાં ભગવાન નેમનાથ અવતર્યા, જે વંશમાં શ્રીકૃષ્ણ થયા, તે હરિવંશમાં હું ઉપજ્યો છું...વાસુદેવ -જેઓ શ્રીકૃષ્ણના પિતા, તેમનો હું પુત્ર ભરતકુમાર છું. નેમનાથપ્રભુની વાણીમાં મેં સાંભળ્યું કે બારવર્ષે મારા હાથે મારા ભાઈ શ્રીકૃષ્ણનું મરણ થશે. તેથી શ્રીકૃષ્ણના મોથી હું તેની રક્ષા અર્થે નગર છોડીને આ અરણ્યમાં આવ્યો છું ને એકલો જમું છું....આ વનમાં મને બારવર્ષ વીતી ગયાં. (રે જીવ ! ભવિતવ્ય યોગે તું ગણતરી ભૂલ્યો...હજી બારવર્ષ પૂરા થયા ન હતા. જેમ દ્વારકાના નગરજનો અને દીપાયન પણ દૈવયોગે ગણતરી ભૂલ્યા હતા. તેમ.)
જરતકુમાર કહે છે –આ વનમાં બારવર્ષથી હું એકલો ફરું છું, અત્યાર સુધી મેં આવા ઉત્તમપુરુષનાં વચન સાંભળ્યા નથી; માટે તમે કોણ છો ને અહીં કેમ આવ્યા છો? તે કહો. (અરે, જાઓ તો ખરા! પુણ્યયોગ ફરતાં શ્રીકૃષ્ણ જેવા મહાત્માની પણ એવી દશા થઈ ગઈ કે તેમનો ભાઈ પણ તેમને ઓળખી ન શક્યો..)
શ્રીકૃષ્ણ સમજી ગયા કે અરે, આ તો મારા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com