________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૪૧ ક્ષણભંગુર સંસારનો સંબંધ છોડીને શીવ્ર જિનરાજના ધર્મને આરાધો; મુનિ તથા શ્રાવકના વ્રત ધારણ કરીને કષાયઅગ્નિથી સળગતા આ સંસારમાંથી બહાર નીકળી જાઓ.
શ્રીકૃષ્ણની એ વાત સાંભળી ઘણા જીવો વૈરાગી થઈ વ્રત ધારવા લાગ્યા. કોઈ મુનિ થયા, કોઈ શ્રાવક થયા. સિદ્ધાર્થ કે જે બળદેવનો સારથી હતો તેણે પણ વૈરાગ્ય પામીને બળદેવ પાસે દીક્ષા માટે રજા માંગી. ત્યારે બળદેવે રજા આપતાં કહ્યું કે કૃષ્ણના વિયોગમાં જ્યારે મને સંતાપ ઊપજે ત્યારે તમે દેવલોકથી આવીને મને સંબોધન કરજો ને વૈરાગ્ય પમાડજો. સિદ્ધાર્થે તે વાત કબૂલ રાખીને મુનિદીક્ષા લીધી. દ્વારકાના બીજા અનેક લોકો પણ બાર વર્ષ વીતાવવા માટે નગરી છોડીને વનમાં ચાલ્યા ગયા, ને ત્યાં વ્રત ઉપવાસ દાન-પૂજાદિમાં તત્પર થયા. પરંતુ...તેઓ બાર વર્ષની ગણતરી ભૂલી ગયા, ને બાર વર્ષ પૂરા થયા પહેલાં જ, (બાર વર્ષ વીતી ગયા–એમ સમજીને) દ્વારકાનગરીમાં પાછા આવી વસ્યા. રે હોનહાર!
આ બાજુ દ્વીપાયનમુનિ-કે જે વિદેશમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com