________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૫૦ : જૈનધર્મની વાર્તાઓ
ભાવ હતો તેમને તો દેવો નૈમનાથ ભગવાનની નીકટ લઈ ગયા; અનેક યાદવો અને તેમની રાણીઓ, જેઓ ધર્મધ્યાનના ધારક હતા અને જેઓનું અંતઃકરણ સમ્યગ્દર્શનવડે શુદ્ધ હતું-તેઓએ પ્રાયોપગમન–સંન્યાસ ધારણ કરી લીધો, તેથી તેમને તો અગ્નિનો ઘોર ઉપસર્ગ પણ આર્ત્તરૌદ્રધ્યાનનું કારણ ન થયો, ધર્મ ધ્યાનપૂર્વક દેહ છોડીને તેઓ સ્વર્ગમાં ગયા. દેવકૃત-મનુષ્યકૃતતિર્યંચકૃત કે કુદરતી ઉપજેલ એ ચાર પ્રકારનાં ઉપસર્ગ છે, તે મિથ્યાદષ્ટિ જીવોને તો આર્ત્તરૌદ્રધ્યાનનું કારણ થાય છે, પણ સમ્યગ્દષ્ટિ જીવોને કદી કુભાવનું કારણ થતા નથી. જેઓ સાચા જિનધર્મી છે તેઓ મરણ આવતાં પણ કાયર થતા નથી. ગમે ત્યારે ગમે તે પ્રકારે મરણ આવે તોપણ તેમને ધર્મની દઢતા જ રહે છે. અજ્ઞાનીને મરણ વખતે કલેશ થાય છે તેથી કુમરણ કરીને તે કુતિમાં જાય છે. અને જે જીવ સમ્યગ્દર્શન વડે શુદ્ધ છે, જેનાં પરિણામ ઉજ્જવળ છે તે જીવ સમાધિપૂર્વક મરણ કરીને સ્વર્ગમાં જાય છે, ને પરંપરા મોક્ષને પામે છે. જે જિનધર્મી છે તેને એવી
ભાવના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com