SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪ : જૈનધર્મની વાર્તાઓ માટે તેઓનું ચિત્ત પ્રસન્ન થયું. - વરાંગના પાલકપિતા સાગરબુદ્ધિ શેઠ (કે જેમણે મુશ્કેલીના સમયમાં વરાંગકુમારનું પુત્રની જેમ પાલન કર્યું હતું, તેમણે પણ દીક્ષા પ્રસંગે કહ્યું: હે કુમાર! હું પણ તમારી સાથે જ દીક્ષા લઈશ. રાજકાર્યમાં ને સંસારના ભોગોપભોગમાં મેં તમને સાથ આપ્યો, હવે આ ઉત્તમ ધર્મકાર્યમાં જો હું સાથ ન આપું ને અલગ થઈ જાઉં–તો મારા જેવો અધમ કોણ? તમે ધર્મ સાધવા જે ઉત્તમ માર્ગે જઈ રહ્યા છો, હું પણ તે જ માર્ગે આવીશ-આમ પાલકપિતા સાગરશેઠ પણ દીક્ષા માટે તૈયાર થયા. દીક્ષા માટે તૈયાર થયેલ વરાંગરાજ પોતાના પુત્રોને અંતિમ હિતશિખામણ દેતાં કહે છે કે, લૌકિક ન્યાય-નીતિ અને સજ્જનતા ઉપરાંત, ભગવાન અહંતદેવ દ્વારા ઉપદિષ્ટ રત્નત્રયધર્મને કદી ન ભૂલશો. શાસ્ત્રજ્ઞ વિદ્વાનોની સેવા કરજો; રત્નત્રયથી ભુષિત સજ્જનોનો આદર અને સમાગમ કરજો. મુનિ-આર્થિકા-શ્રાવક-શ્રાવિકા એ ચતુર્વિધ સંઘની જ્યારે જ્યારે અવસર મળે ત્યારે આદરપૂર્વક સેવા કરજો, અને રત્નત્રયના Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008253
Book TitleJain Vartao 05
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1983
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size934 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy