________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૭૯ સ્વવિષયને ભૂલીને તું સદાય અતૃપ્તપણે જ મર્યો છે. માટે હે આત્મા! હવે તું વિષયલાલસા છોડીને આત્મસ્વરૂપમાં તારા ચિત્તને જોડ. આ દુઃખમય સંસારચક્રથી છુટવાનો સાચો ઉપાપ ફક્ત આ એક જ છે કે તું બાહ્ય વિષયોના મોહને છોડીને આત્મધ્યાનમાં લીન થા.
(૪) એકત્વ ભાવના આ જીવ એકલો જ આવે છે. એકલો જ જન્મમરણનાં દુઃખો ભોગવે છે, એકલો જ ગર્ભમાં આવે છે, એકલો જ શરીર ધારણ કરે છે, એકલોજ બાળક-યુવાનવૃદ્ધ થાય છે અને એકલો જ મરે છે. આ જીવને સુખમાં કે દુઃખમાં કોઈપણ સાથી નથી. અરે જીવ! જે કુટુંબ વગેરેને તું તારાં સમજે છે તે ખરેખર તારાં નથી; કુટુંબ વગેરે તો દૂર રહો, પણ મમતાથી જે શરીરને તે પુષ્ટ કર્યું અને જેની સાથે ચોવીસે કલાક રહ્યો તે શરીર પણ સાથે નથી આવતું, તો બીજું કોણ સાથે આવશે! માટે હું આત્મા! તું કેમ બીજાને માટે પાપનો બોજ તારા શિર ઉપર બાંધી રહ્યો છે? તું સદા એકલો જ છો, માટે બધાનો મોહ છોડીને એક તારા આત્માને જ ચિંતવ.જેથી તારું હિત થાય.
જીવ એકલો જ મરે, સ્વયં જીવ એકલો જન્મ અરે ! જીવ એકનું નીપજે મરણ, જીવ એકલો સિદ્ધિ લહે. મારો સુશાશ્વત એક દર્શન-જ્ઞાન લક્ષણ જીવ છે; બાકી બધા સંયોગલક્ષણ ભાવ મુજથી બાહ્ય છે.
(કોણ ભાવે છે આ વૈરાગ્ય ભાવના? શત્રુંજય ઉપર જેમને ઘોર ઉપસર્ગ થઈ રહ્યો છે તેવા પાંડવમુનિવરો આ બાર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com