Book Title: Jain Vartao 05
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 81
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૭૭ પાંડવ-મુનિરાજોએ ધ્યાનરૂપી અગ્નિ પ્રગટ કર્યો બહારમાં શરીર સળગતું હતું ને અંદરમાં ધ્યાનઅગ્નિ વડે કર્મો ભસ્મ થતા હતા; તે વખતે તે પાંડવ મુનિવરો નીચે પ્રમાણે બાર વૈરાગ્યભાવનામાં તત્પર હતા. (૧) અનિત્ય ભાવના સંસારમાં જીવન ક્ષણભંગુર છે. વાદળાની જેમ જોતજોતામાં તે વિલીન થઈ જાય છે. ધન-દોલત-મકાન-કુટુંબશરીર જે કાંઈ દેખાય છે તે બધું નથર છે. ભોગપભોગો અનિત્ય છે, તેઓ કોઈની સાથે કાયમ નથી રહેતા; માન પુણ્યશાળી ચક્રવાતને પણ જ્યાં સુધી પુણ્યનો ઉદય રહે છે. ત્યાં સુધી જ તે સામગ્રી રહે છે, પુણ્ય જતાં તો તે પણ રફુચક્કર થઈ જાય છે. જગતમાં એક પોતાનો આત્મા જ એવી ચીજ છે કે જે સદા શાશ્વત રહે છે, જેનો કદી વિયોગ થતો નથી. માટે હું આત્મા! તું સમસ્ત બાહ્ય વસ્તુઓથી મમત્વ હઠાવીને સ્વમાં જ સ્થિર થા...એ જ ચીજ તારી છે. લક્ષ્મી-શરીર સુખ-દુ:ખ અથવા શત્રુ-મિત્ર જનો અરે ! જીવને નથી કંઈ ધ્રુવ, ધ્રુવ ઉપયોગ-આત્મક જીવ છે. - ભરત ચક્વર્તી જેવા છખંડના ધણી પણ જ્યાં નિત્ય નથી રહ્યા તો પછી અરે જીવ! તું કોનાથી સ્નેહ કરે છે! – કોને પોતાનું સમજે છે! પોતાના ચૈતન્ય સ્વરૂપ આત્મા સિવાય બીજી કોઈપણ ચીજને પોતાની સમજવી તે ફક્ત જીવની મૂર્ખતા જ છે. માટે એવી વ્યર્થ વિકલ્પજાળમાં ન પડતાં, તું આત્મચિંતનમાં લાગ, તેમાં જ જીવનની સાર્થકતા છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93