________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪ : જૈનધર્મની વાર્તાઓ તો ક્ષમા છે; માટે ક્રોધ તજીને આ નગરીની રક્ષા કરો. ક્રોધ તો મોક્ષના સાધનરૂપ તપને ક્ષણમાત્રમાં બાળી નાખે છે, માટે ક્રોધ જીતીને ક્ષમા કરો. હું સાધુ! બાળકોની અવિવેકી ચેષ્ટા માટે ક્ષમા કરો, ને અમારા ઉપર પ્રસન્ન થાઓ. આમ શ્રીકૃષ્ણ તથા બળભદ્ર બન્ને ભાઈઓએ પ્રાર્થના કરી.
-પણ ક્રોધી દ્વીપાયને તો દ્વારકાનગરીને બાળી નાંખવાનો નિશ્ચય કર્યો; બે આંગળી ઊંચી કરીને તેણે એમ સૂચવ્યું કે માત્ર તમે બે ભાઈઓ બચશો, બીજાં કોઈ નહિ.
ત્યારે તે બન્ને ભાઈઓએ જાણ્યું કે બસ, હવે દ્વારકામાં બધાનો નાશ આવી ચૂકયો. બન્ને ભાઈઓ ખેદખિન્ન થઈને દ્વારકા આવ્યા અને હવે શું કરવું તેની ચિંતા કરવા લાગ્યા. તે જ વખતે શબુકુમાર વગેરે અનેક ચરમશરીરી રાજકુમારો તો નગર બહાર નીકળીને ગીરીગૂફામાં જઈને રહ્યા. અને મિથ્યાષ્ટિ દ્વીપાયન ભયંકર ક્રોધરૂપ અગ્નિવડે દ્વારકાપુરીને ભસ્મ કરવા લાગ્યો. દેવોએ રચેલી દ્વારકાનગરી એકાએક ભડભડ સળગવા લાગી. હું નિર્દોષ છતાં મને આ લોકોએ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com