________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬ : જૈનધર્મની વાર્તાઓ અત્યારે ક્યાં ગયા? કેમ કોઈએ દ્વારકાને બચાવી નહિ? બળદેવવાસુદેવના પુણ્ય પણ કયાં ગયા?
તેનું સમાધાનઃ હે ભાઈ ! સર્વજ્ઞ ભગવાને દેખેલી ભવિતવ્યતા દુર્નિવાર છે. જ્યારે આવું હોનહાર થયું ત્યારે દેવો પણ દૂર થઈ ગયા. જ્યાં ભવિતવ્ય જ એવું હોય ત્યાં દેવો શું કરે? જો દેવો ન ચાલ્યા જાય ને નગરીની રક્ષા કરે તો તે કેમ સળગે? જ્યાં નગરી સળગવાનો સમય આવ્યો ત્યાં દેવો ચાલ્યા ગયા. પુણ્યનો સંયોગ કોઈને કાયમ ક્યાં ટકે છે? –એ તો અસ્થિર છે.
દ્વારકાનગરી સળગતાં પ્રજાજનો અત્યંત ભયભીત થઈને બળદેવ-વાસુદેવના શરણે આવ્યા ને અતિશય વ્યાકુળતાથી પોકાર કરવા લાગ્યા-હે નાથ! હે કૃષ્ણ ! અમારી રક્ષા કરો, આ ઘોર અગ્નિમાંથી અમને બચાવો.
પોતાની નજર સામે ભડકે બળતી દ્વારકાનગરી દેખીને બન્ને ભાઈઓ એકદમ આકુળવ્યાકુળ થઈ ગયા. જો કે બન્ને આત્મજ્ઞાની હતા...જાણતા હતા કે દ્વારકાના આ બધા પર દ્રવ્યોમાંથી કાંઈ પણ અમારું નથી, અમે બધાથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com