________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૫૭ મટાડી શકે ? જે વનમાં તે રહેતો હતો ત્યાં જ શ્રીકૃષ્ણ આવી ચડયા...શ્રીકૃષ્ણ ઓઢેલું લૂગડું હવાથી ફરકતું હતું તે દેખીને, તેને સસલાનો કાન સમજીને, પારધી જવા દુષ્ટ પરિણામી જરકુમારે બાણ છોડ્યું ને તે બાણથી હરિના પગનું તળિયું વીંધાઈ ગયું. ભાઈના હાથે જ ભાઈનો ઘાત થયો. દુર્નિવાર ભવિતવ્ય અંતે ભજીને જ રહ્યું!
પગમાં બાણ લાગતાં જ શ્રીકૃષ્ણ એકદમ ઊયા, ને ચારે બાજા નજર કરી, પણ કોઇ નજરે ન પડ્યું. એટલે તેમણે અવાજ કર્યો કે અરે, આ નિર્જનવનમાં અમારો કોણ શત્રુ છે-કે જેણે મારો પગ વીંધ્યો? જે હોય તે પોતાનું નામ તથા કુળ કહો..કેમકે નામ-કુળ જાણ્યા વગર કોઇનો ઘાત ન કરવો એ મારી ટેક છે. માટે તમે કોણ છો? ને વિનાકારણ કયા વેરથી તમે મારા પ્રાણનો અંત કર્યો – તે કહો!
ત્યારે જરતકુમારે જાણ્યું કે અરે! આ તો મૃગને બદલે કોઈ ઉત્તમ મનુષ્ય બાણથી હણાઈ ગયા છે..ખેદપૂર્વક પોતાનો પરિચય આપતાં તેણે કહ્યું કે આ પૃથ્વીમાં પ્રસિદ્ધ એવો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com