________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૫૯ મોટા ભાઈ ભરતકુમાર છે! ભગવાને ભાખેલું ભવિતવ્ય કદી વૃથા થાય નહીં. શ્રીકૃષ્ણ જરકુમારને સ્નેહથી નજીક બોલાવ્યા..ભાઈ ! તમે અહીં આવો.
નજીક આવતાં જરકુમારે જાણ્યું કે અરે, આ તો વાસુદેવ! મારા નાનાભાઈ ! મારા બાણથી તેઓ હણાઈ ગયા ! હાય! મને ધિક્કાર છે! એમ કહી ધનુષ-બાણ ફેંકી દીધા ને શ્રીકૃષ્ણના પગે પડયા.
શ્રીકૃષ્ણ તેને હૈયે લગાડ્યા..અને અત્યંત શોકમાં ડૂબેલા તેને કહ્યું –હે વડીલ બંધુ! તમે શોક ન કરો, સર્વજ્ઞ ભાખેલું ભવિતવ્ય અલંધ્ય છે. મારા પ્રાણ માટે તો તમે રાજપાટ, સુખ-સમ્પદ છોડીને એકલા વનમાં રહ્યા, ભવિતવ્યતા નીવારવા માટે ઘણી કોશીશ કરી, પરંતુ ભવિતવ્યતા ટળી શકે નહીં. બહારમાં દૈવ જ્યારે પ્રતિકૂળ હોય ત્યારે યત્ન શું કરી શકે? માટે તમે શોક છોડો, હવે સર્વજ્ઞભગવાનની શ્રદ્ધા રાખી, આ હિંસાદિ પાપને છોડો ને શ્રાવકનાં વ્રત ધારણ કરો.
શ્રીકૃષ્ણનાં પ્રેમભર્યા વચનો સાંભળીને જરત્
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com