Book Title: Jain Vartao 05
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 71
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૬૭ રાગથી વિરક્ત થઈ જાય છે. વળી તે ધર્માત્મા પાંડવકુમારો વૈરાગ્યથી સંસારનું સ્વરૂપ વિચારવા લાગ્યા કે – ખરેખર તો જે સ્ત્રી-પુત્ર-પૌત્ર વગેરેને જીવ પોતાનાં સમજે છે, તે પોતાનાં છે જ નહિં; જ્યાં આ નજીકનું શરીર પણ પોતાનું નથી ત્યાં દૂરનું પરદ્રવ્ય તો પોતાનું કેમ હોય? બાહ્યવસ્તુ પોતાની નથી છતાં તે બાહ્યવસ્તુમાં સુખ-દુ:ખ માનવા તે માત્ર કલ્પના છે. પોતાની ચીજ તો ખરેખર જ્ઞાનસ્વરૂપ આત્મા જ છે. વિષય-ભોગો, મૂર્ણ જીવને જ સુખકર લાગે છે; પણ ખરેખર તે નીરસ છે, અને તેનું ફળ દુઃખરૂપ છે. જે મૂઢજીવ તેના સેવનથી પોતાને સુખી માને છે તે છતી આંખે અંધ થઈને દુ:ખના કૂવામાં પડે છે ને દુર્ગતિમાં જાય છે. ધાધરની ખૂજલી જેવા ઇન્દ્રિયવિષયો પરિણામે દુઃખદાયક જ છે, અને તેનાથી જીવને કદી તૃપ્તિ મળતી નથી; તેના ત્યાગથી અને ચૈતન્ય સુખના સેવનથી જ તૃપ્તિ થાય છે. પાંચ ઇન્દ્રિયના વિષયોમાં લીન જીવ પંચવિધ પરિવર્તનરૂપ દીર્ધ સંસારમાં ચક્કર લગાવે છે અને મિથ્યાત્વની વાસનાને લીધે પોતાના હિત-અહિતનો વિચાર Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93