________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬ર : જૈનધર્મની વાર્તાઓ થઈ. અંત સમય જાણીને તેમણે પોતાનું મખ ઉત્તર તરફ કર્યું અને પલ્લવદેશમાં બિરાજમાન શ્રી નેમિનાથ જિનેન્દ્રને યાદ કરીને નમસ્કાર કર્યા.યાદવકુળના ઈશ્વર ભગવાન નેમિનાથના અનંતગુણોનું સ્મરણ કરી ફરીફરી નમસ્કાર કર્યા. પંચપરમેષ્ઠીનું સ્મરણ કર્યું. ત્રણકાળના તીર્થકરો – સિદ્ધો – સાધુઓ અને જિનધર્મ-તેમનું શરણ લઈ, પૃથ્વીના નાથ પૃથ્વી પર પોઢી ગયા.
તેઓ વિચારવા લાગ્યા કે મારા પુત્ર - પૌત્રો સ્ત્રી - બંધુઓ - ગુરુજનો વગેરે દ્વારિકા નગરી ભસ્મ થતાં પહેલાં જ સંસારથી વિરક્ત થઈ જિનમાર્ગને આરાધતા થકા તપ વિષે પ્રવર્યા તેઓ ધન્ય છે. અને અગ્નિનો ઉપદ્રવ થતાં હજારો રાણીઓ તથા પરિવાર પરમસમાધિયોગને ધારણ કરીને દેહ છોડી દેવલોકમાં ગયા, પણ અગ્નિના ઉપદ્રવથી કાયર ન થયા - તેઓ પણ ધન્ય છે. અપ્રત્યાખ્યાનને કારણે હું શ્રાવકનાં કે મુનિનાં વ્રત ન લઈ શક્યો, પણ કેવળ સમ્યકત્વને ધારણ કર્યું - તે જ મને સંસારસમુદ્રને તરવામાં હસ્તાવલંબરૂપ છે. જિનમાર્ગમાં મારી શ્રદ્ધા અત્યંત
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com