Book Title: Jain Vartao 05
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 52
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૮ : જૈનધર્મની વાર્તાઓ દેખીને તે શ્રીકૃષ્ણ અને બળભદ્ર બન્ને ભાઈઓ પોતે રથમાં જુત્યા અને જોર કરીને ખેંચવા લાગ્યા.પરંતુ રથ તો ન ચાલ્યો તે ન જ ચાલ્યો...એ તો ત્યાં ને ત્યાં જ ખોડાઈ ગયો...જ્યારે બળદેવ જોર કરવા લાગ્યા ને રથને દરવાજા પાસે લાવ્યા... ત્યારે નગરીના દરવાજા આપોઆપ બીડાઈ ગયા. બન્ને ભાઈઓએ પાટુ મારી-મારીને દરવાજા તોડ્યા, ત્યાં તો આકાશમાંથી દેવવાણી થઈ કે માત્ર તમે બે ભાઈઓ જ દ્વારકામાંથી જીવતા નીકળી શકશો, ત્રીજું કોઈ નહિ; માતા-પિતાને પણ તમે નહિ બચાવી શકો. ત્યારે માતા-પિતાએ ગળભાવે કહ્યું: હું પુત્રો! તમે શીઘ્ર ચાલ્યા જાઓ, અમારું તો મરણ નક્કી છે; અહીંથી હવે એક પગલું પણ ગમન થઈ શકશે નહિ. માટે તમે જાઓ...તમે યદુવંશના તિલક છો. તમે જીવશો તો બધું થઈ રહેશે. બન્ને ભાઈઓ અત્યંત હતાશપણે, માતા-પિતાના પગે પડી, રડતા-રડતાં તેમની રજા લઈને નગર બહાર ચાલ્યા. (અરે, ત્રણખંડના ઇશ્વર માતા-પિતાનેય ન બચાવી શકયા.) શ્રીકૃષ્ણ બળભદ્ર બહાર આવીને જોયું, તો શું દેખ્યું? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93