________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૫૧ રહે છે કે, આ સંસાર અનિત્ય છે, તેમાં જે ઉપજે છે તે જરૂર મરે છે, માટે અમને અખંડ બોધિસહિત સમાધિમરણ હો; ઉપસર્ગ આવી પડે તો પણ અમને કાયરતા ન થાઓ. આમ સમ્યગ્દષ્ટિને સદા સમાધિભાવના રહે છે. ધન્ય છે તે જીવોને કે અગ્નિની પ્રચંડ જવાળા વચ્ચે દેહ ભસ્મ થવા છતાં જેઓ સમાધિને છોડતા નથી; શરીરને તજે છે પણ સમતાને નથી જતા. અહો, સપુરુષોનું જીવન નિજ-પરના કલ્યાણ માટે જ છે; મરણ આવે તોપણ તેઓ કોઇ પ્રત્યે દ્વેષ ચિંતવતા નથી, ક્ષમાભાવ સહિત દેહ છોડે છે; એ જૈન સંતોની રીત છે.
અરે દ્વીપાયન! જિનવચનની શ્રદ્ધા છોડીને તે તારો તપ પણ બગાડયો ને મરણ પણ બગાડ્યું; તે પોતાનો ઘાત કર્યો ને અનેક જીવોનો પણ પ્રલય કર્યો. દુષ્ટભાવને લીધે તું સ્વ-પરને દુઃખદાયી થયો. જે પાપી પરજીવોનો ઘાત કરે છે તે ભવ-ભવમાં પોતાનો ઘાત કરે છે. જીવ જ્યાં કષાયોને વશ થયો ત્યાં તે પોતાનો ઘાત કરી જ ચૂક્યો, - પછી બીજા જીવનો ઘાત તો થાય કે ન થાય, તે તેના પ્રારબ્ધને આધીન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com