________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪ર : જૈનધર્મની વાર્તાઓ વિહાર કરી ગયા હતા તે પણ ભૂલ્યા, ને ભ્રાંતિથી બાર વર્ષ પૂરા થવાનું સમજીને દ્વારકા તરફ આવ્યા. તે મિથ્યાદૃષ્ટિ દ્રવ્યલિંગી સર્વશની શ્રદ્ધાથી ભ્રષ્ટ થઈને મનમાં એમ વિચારવા લાગ્યો કે બાર વર્ષ તો વીતી ગયા, અને ભગવાને જે ભવિતવ્ય ભાખ્યું હતું તે ટળી ગયું! આમ ધારી તેણે દ્વારકા નજીકના કદંબવન પાસે આતાપનયોગ ધારણ કર્યો. (જો જો દેખી વીતરાગને સો સો હસી વીરા રે...)
કુદરતયોગે બરાબર તે વખતે શ્રીકૃષ્ણના પુત્રો શંબુકુમાર વગેરે યાદવકુમારો, વનક્રીડા કરવા માટે ગયા હતા, તેઓ થાકયા અને બહુ તરસ લાગી; તેથી કદંબવનના કુંડમાંથી પાણી ગાળીને પીધું. અગાઉ યાદવોએ જે મદિરા નગર બહાર ફેંકી દીધી હતી તેનું પાણી ધોવાઈને આ કુંડમાં ભેગું થયું હતું, અને તેમાં મહુડાના ફળ પડયા ને તડકાનો તાપ લાગ્યો, તેથી તે બધું પાણી મદિરા જેવું થઈ ગયું હતું. તરસ્યા યાદવકુમારોએ તે પાણી પીધું. -બસ! કદંબવનની તે કાદંબરી (મદિરા) પીવાથી તે યાદવ કુમારોને કેફ ચડ્યો; તેઓ ઉન્મત્ત જેવા થઈને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com