________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૨૪ : જૈનધર્મની વાર્તાઓ
આમ પ્રાર્થના કરીને આત્મજ્ઞ ભવ્યાત્માએ
તે
અંગીકાર
કેવળી પ્રભુના ચરણમાં જિનદીક્ષા કરી...વસ્ત્રાભૂષણ વગેરે સર્વ પરિગ્રહ છોડી, મુનિ થઈ આત્મધ્યાનમાં લીન
થયા. એ જ વખતે તેમને શુદ્ધોપયોગ સહિત ચારિત્રદશા પ્રગટી, ક્ષાયિક સમ્યક્ત્વ થયું, ને મન:પર્યયજ્ઞાન પ્રગટયું. એ હવે રત્નત્રયના સમ્રાટ થયા. મોઠવાળું સામ્રાજ્ય છોડીને હવે તેઓ મોક્ષના સામ્રાજ્યને સાધી રહ્યા હતા. હવે તેઓ શત્રુમિત્રમાં કે જીવન-મરણમાં સમભાવી હતા...આત્મસાધનામાં તેમની શૂરવીરતા ખીલી ઊઠી હતી.
રાજા વરાંગે દીક્ષા લેતાં તેમની રાણીઓ પણ દીક્ષા લઈને અર્જિકા બની હતી. બીજા પણ કેટલાય ભવ્ય જીવોએ તેમની સાથે દીક્ષા લીધી હતી. જેઓ દીક્ષા ન લઈ શકયા તેમણે શ્રાવકનાં વ્રત તથા સમ્યક્ત્વને ધારણ કર્યું. અરે,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com