________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬ : જૈનધર્મની વાર્તાઓ થયેલા બધા મહાત્માઓ પોતપોતાની આત્મસાધનામાં અત્યંત જાગૃત હતા ને શુદ્ધ આત્મસ્વરૂપના ધ્યાનમાં તત્પર હતા. મોક્ષસાધના માટે તેમનું સાહસ કાંઈ સાધારણ ન હતું. જોકે વરાંગરાજ વગેરે નવદીક્ષિત હતા તોપણ મુક્તિનો માર્ગ તેમને પરિચિત હતો, તેથી મુનિમાર્ગનું તેઓ અતિચાર વગર બરાબર પાલન કરતા હતા. સંસારના કોઈ પદાર્થમાં તેમને રાગ રહ્યો ન હતો. જ્ઞાયકતત્ત્વના ચિંતનમાં તેમને એવો આનંદ થતો કે હવે કોઈપણ ઇન્દ્રિયવિષયો તેમના ચિત્તને આકર્ષી શકતા ન હતા. થોડા જ વખતમાં તેમણે પૂર્ણ જ્ઞાનાભ્યાસ પ્રાપ્ત કરી લીધો હતો; શુદ્ધ ચારિત્રપાલનના પ્રભાવે તેમને જો કે અનેક અચિંત્ય લબ્ધિઓ પ્રગટી હતી. પણ અંતરના મહાન આનંદનિધાન પાસે તેમને બહારની કોઈ લબ્ધિનું લક્ષ ન હતું. તેમનું લક્ષ તો એકમાત્ર
લક્ષ્યરૂપ ચૈતન્યમાં જ કેન્દ્રિત હતું. ત્રણ લોકને ક્ષણમાં નષ્ટ-ભ્રષ્ટ કરી દેનારા મહા ક્રોધમલ્લને, તેમણે પરમ ક્ષમાશક્તિ વડે જીતી લીધો હતો; તથા તપરૂપી ચાબુક વડે દુષ્ટ ઈન્દ્રિયરૂપી ઘોડાને વિષયવનમાં જતો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com