Book Title: Jain Vartao 05
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 27
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૨૩ પહેલાં તેઓ નેમિનાથ તીર્થકરના મુખ્ય ગણધર હતા, પછી તેઓ સર્વજ્ઞ-અરિહંત થયા ને દેશોદેશ વિચરતા થકા ભવ્યજીવોને પ્રતિબોધવા લાગ્યા. વૈરાગ્ય ટાણે આવા પરમાત્માના દર્શન થતાં વૈરાગી-વરાંગના હર્ષનો પાર ન રહ્યો.... ભક્તિપૂર્વક દર્શન કરીને સ્તુતિ કરતાં તેણે કહ્યું- હે દેવ! આ સંસારથી થાકેલા જીવોને આપ જ વિસામાનું સ્થાન છો. પ્રભો! ધર્મ જ આપનું શરીર છે; કેવળજ્ઞાન ને કેવળદર્શન આપની આંખો છે; સુખના આપ ભંડાર છો; આપની શાંતમુદ્રાના દર્શનથી મારો મોહ શાંત થઈ ગયો છે...ને હવે હું આપની ચરણછાયામાં જિનદીક્ષા લઈને મુનિ થવા ચાહું છું. આ સંસારભ્રમણથી હું ત્રાસી ગયો છું. માટે મને હવે આપના દેશમાં-મોક્ષપુરીમાં-લઈ જાઓ... આપનો દેશ કેવો સુંદર છે! –જ્યાં કદી મૃત્યુ નથી, જન્મ નથી, મોહ નથી, કર્મની રજ નથી, માત્ર શાંતિ શાંતિ ને શાંતિ જ છે. બસ! હવે મારે એ જ દેશમાં સિદ્ધપુરીમાં આવીને સદાકાળ રહેવું છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93