Book Title: Jain Vartao 05
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 25
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૨૧ ત્યારે બીજા એક બુદ્ધિમાન સજ્જને તેને જવાબ આપતાં કહ્યું? અરે મૂઢ! એ વરાંગકુમાર મૂર્ખ નથી પણ તું મૂરખો છો. તને સ્વર્ગ-મોક્ષની શ્રદ્ધા નથી ને વિષયસુખની વૃદ્ધિ છે, તેથી તું આમ બકવાદ કરે છે. વિષયોથી પાર ચૈતન્યસુખની તને ખબર નથી. આ વરાંગે તો ઇન્દ્રિયવિષયોથી પાર એવા અતીન્દ્રિય સુખને અનુભવ્યું છે, મોક્ષસુખનો સ્વાદ સાક્ષાત્ ચાખ્યો છે, તેથી તે સુખની પૂર્ણતાને સાધવા માટે તે આ ઇન્દ્રિયસુખોને છોડીને વનમાં જાય છે. ઇન્દ્રિયસુખો તે કાંઈ ખરેખર સુખ નથી, દુઃખ જ છે. સાચું સુખ ધર્મસાધના વડે જ પમાય છે-એ વિશ્વવિખ્યાત સિદ્ધાંતને શું તું નથી જાણતો? સાંભળ અત્યંત, આત્મોત્પન્ન, વિષયાતીત, અનુપ, અનંત ને વિચ્છેદહીન છે સુખ અહો ! શુદ્ધોપયોગ-પ્રસિદ્ધને. આ વરાંગકુમાર કાંઈ ઇન્દ્રપદના ઇન્દ્રિયસુખને સાધવા નથી જતા; તે તો તેને પ્રાપ્ત હતા જ, પણ તેનાથી પાર અતીન્દ્રિય મોક્ષસુખને સાધવા જાય છે. પૂર્વે તીર્થકર ભગવંતો વગેરેએ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93