Book Title: Jain Vartao 05
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 24
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦ : જૈનધર્મની વાર્તાઓ તું જે ઉત્તમ માર્ગે જઈ રહ્યો છે તેમાં મારે શું કહેવાનું હોય ! બેટા! તું તારી સાધનામાં શીધ્ર સફળ થા.. ને સર્વજ્ઞ–પરમાત્મા થઈને વેલાવેલા અમને દર્શન દે! એ જ અભિલાષા છે. ધન્ય માતા!' એમ કહી, મસ્તક નમાવી, વરાંગકુમાર ત્યાંથી વિદાય થયો. વૈરાગી વરાંગને વનમાં જતા દેખીને લોકો આશ્ચર્યસહિત અનેકવિધ વાતો કરતા હતા. - એક મૂર્ખ મનુષ્ય કહ્યું – અરે, આ વરાંગરાજ બાલબુદ્ધિ છે; આશ્ચર્ય છે કે આવા મહાન રાજ-સુખોને છોડીને તે સ્વર્ગ-મોક્ષના સુખને ગોતવા વનમાં જાય છે! સ્વર્ગ-મોક્ષના સુખ કોણે જોયા છે! –કે તેને માટે આ પ્રત્યક્ષ મળેલા ઇન્દ્રિયસુખોને છોડીને વનમાં જાય છે! નહિ દેખેલા સુખને ખાતર આ મળેલા સુખોને પણ છોડ છે, તો તે બન્નેને ખોશે! મોક્ષસુખના નામે આ ભોળાજીવને કોઈએ ભરમાવ્યો છે! જ્યારે આટલા બધા ઇન્દ્રિયસુખો ઉપલબ્ધ છે-તો પછી બીજા કયા સુખને શોધવા વનમાં જાય છે! Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93