Book Title: Jain Vartao 05
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 22
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮ : જૈનધર્મની વાર્તાઓ કહો કે મને રાજ્યભોગમાં આસક્તિ હવે કેમ થાય ! બેટા, આવી ભરયુવાનીમાં વિષયભોગોને છોડવા ને વનમાં રહેવું તે બહુ કઠણ વાત છે; વૃદ્ધ થયા છતાં અમે હજી પણ વિષયોની આસક્તિ છોડી શકતા નથી, ને ચારિત્રદશા લઈ શકતા નથી, તો તું આવી યુવાનવયમાં વિષયોને કેમ જીતી શકશે? પિતાજી, વિષયોને છોડવા એ વાત કયરોને માટે કઠણ છે, શૂરવીરોને માટે નહિ. શૂરવીર-મુમુક્ષુ તો ચૈતન્યના એક રણકાર માત્રથી સર્વે સંસાર-વિષયોને છોડી દે છે ને મોક્ષની સાધનામાં લાગી જાય છે. વરાંગ રાજાની આવી સરસ વૈરાગ્યભીની, યુક્તિપૂર્ણ વાત સાંભળીને મહારાજા તેમ જ શ્રોતાઓ નિરૂત્તર થઈ ગયા ને તેમનું ચિત્ત પણ વૈરાગ્યમાં તત્પર બન્યું. તેના પિતાએ કહ્યું: હે વત્સ! તારી વાત સત્ય છે; તારા ભાવો ખરેખર દઢ અને અત્યંત વિશુદ્ધ છે. કોઈને ધર્મના કાર્યમાં બાધા કરવી તે તો ભવ-ભવાંતર બગાડનાર છે. મેં પુત્ર-સ્નેહવશ જે વચનો કહ્યાં ને તમે ધ્યાનમાં લેશો નહિ ને મુનિ થઈને આનંદપૂર્વક મોક્ષના પંથમાં વિચરજો! Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93