________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૧૩ તે વખતે રાણીઓ જ્યારે અશરણ થઈને રોવા લાગી ત્યારે વૈરાગી વરાંગે તેમને કહ્યું: હે દેવીઓ! તમે જો દુઃખથી છૂટવા ને સુખી થવા ચાહતી હો તો તમે પણ મારી સાથે વૈરાગ્ય-પંથે આવો. તમે મારી સાથે દીક્ષા લેશો એ કાંઈ અભૂતપૂર્વ ઘટના નહીં હોય! કેમ કે પૂર્વે અનેક રાજા-મહારાજાઓ પાસેથી તેમની રાણીઓએ જિનધર્મના સંસ્કાર તથા તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરીને તેમની સાથે જ દીક્ષા લીધી હતી. માટે તમે પણ હિતને માટે આ ઉત્તમ માર્ગને અંગીકાર કરો.
તે સાંભળી રાણીઓએ પણ વિચાર્યુંઃ અરે, જે પ્રાણનાથ સાથે વર્ષો સુધી ઉત્તમ ભોગો ભોગવ્યા, તે પ્રાણનાથ આ બધા ભોગોપભોગ છોડીને આત્મધ્યાન કરતા વનજંગલમાં વિચરશે, ત્યારે અમે શું આ રાજ–ભોગોમાં પડી રહેશું ને શણગાર સજીશું? નહીં... નહીં, એ અમને ન શોભે. અમે પણ રાજભોગને છોડીને તેમના માર્ગે જ જઈશું ને આત્મકલ્યાણ કરશું! એમ વિચારી તે રાણીઓ પણ દીક્ષા લેવા માટે તૈયાર થઈ. આવો સુઅવસર મળવા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com