________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૭ દાખલ થઈને જોયું... ત્યાં તો જ્ઞાનાવરણાદિ કર્મો દેખાયા, પણ ચૈતન્યપ્રભુ તો ન દેખાયા. ત્યારે તે ચેતનાએ પૂછયું-મારા ચૈતન્યપ્રભુ કયાં છે?
સાંભળ, હું પરિણતિ! આ જડ કર્મોમાં જે ક્રિયા થાય છે તેની દોરી તારા ચેતનપ્રભુના હાથમાં છે; તેના હાથની હલાવી તે હાલે છે... તારા ચૈતન્યપ્રભુના ભાવ અનુસાર આ કર્મોમાં પ્રદેશપ્રકૃતિ-સ્થિતિ-અનુભાગ થાય છે. “જ્ઞાનગુણ” ધારક તારા ચૈતન્યપ્રભુની સત્તાના પ્રતાપે જ આ પુદ્ગલો “જ્ઞાનાવરણ વગેરે નામ પામ્યાં છે. અંદર જ્ઞાનવંત તારો ચેતનપ્રભુ ન બિરાજતો હોય તો આ પુદગલોને “જ્ઞાનાવરણ' આદિ નામ કયાંથી મળે? માટે આ દ્રવ્યકર્મરૂપી દોરી પકડીને તેના દોરે દોરે અંદર ચાલી જા. આ દોરીને ન દેખ પણ દોરી જેના હાથમાં છે તેને દેખ... અંદર ઊંડ ત્રીજી ગૂફામાં જઈને ગોત.
(૩) ચૈતન્યપ્રભુને ભેટવા ઝંખતી પરિણતિ ત્રીજી ગૂફામાં ગઈ.... ચૈતન્યપ્રભુના કંઈક-કંઈક ચિહ્ન તેને જણાવા લાગ્યાં... આ ત્રીજી ગૂફામાં રાગદ્વેષાદિ ભાવકર્મ દેખાયાં. ચેતનાએ પૂછયુંઆમાં મારા ચૈતન્યપ્રભુ ક્યાં છે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com