________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮ : જૈનધર્મની વાર્તાઓ
ત્યારે શ્રી ગુરુએ તેને ચેતનાપ્રકાશ અને રાગદ્વેષ વચ્ચે ભેદજ્ઞાન કરાવીને કહ્યું જો આ રાગદ્વેષ દેખાય છે ને? –તે જેના પ્રકાશમાં દેખાય છે તે પ્રકાશ તારા ચૈતન્ય પ્રભુનો જ છે. આ રાગ છે, આ દ્રષ છે–એમ અજ્ઞાન-અંધકારમાં કયાંથી જણાય? એ તો ચૈતન્ય-પ્રકાશમાં જ જણાય છે. અને એ ચૈતન્ય પ્રકાશ જ્યાંથી આવે છે તે જ તારો ચૈતન્યપ્રભુ છે. રાગથી પણ પાર ચૈતન્યગૂફામાં તે પ્રભુ બિરાજી રહ્યો છે.
તે ચેતનાએ રાગથી પાર થઈને
જ્યાં ચૈતન્યગૂફામાં જોયું ત્યાં તો, “અહો ! ચૈતન્ય પ્રકાશથી ઝગઝગતો આ મારો ચૈતન્યપ્રભુ!' એમ દેખતાં જ તે પોતાના ચૈતન્ય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com