Book Title: Jain Tirtho no Itihas
Author(s): Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 13
________________ ગુજરાત વિભાગમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી, ચાણસ્માચારૂપ, પાટણ, પાનસર, સેરીસા, ભાયણ, મેઢેરા, મેત્રાણા, તારંગા, થંભતીર્થ, માતર,ભીલડીયાજી, રામસેન રેલ, ઝઘડીયાજી, અગાશી તેમજ મુંબઇ, ભૃગુકચ્છ (ભરૂચ), ખંભાત, વડોદરા, અમદાવાદ, પાટણ, રાધનપુર, પાલનપુર વગેરેને પણ ટુંક પરિચય આપે છે. અમદાવાદમાં પૂ. પા. ગુરુદેવ શ્રી દર્શનવિજ્યજી ત્રિપુટી મહારાજના ઉપદેશથી અને પ્રેરણાથી સોસાયટીમાં (એલીસબ્રીજ) એક સુંદર જૈન પ્રાગ્ય વિદ્યાભવનની સ્થાપના થઈ છે. તેમાં શ્રી ચારિત્રવિજયજી ન જ્ઞાનમ દિર છે જેમાં હજારે પુસ્તકને સરહ છે અને વિદ્યાભવનમાં પઠન ૫ઠન સ્વાધ્યાય વર્ગ સારી રીતે ચાલે છે. શહેરમાં તેની શાખાઓ પણ ખુલી છે. વિદ્યાભવનને ઉદ્દેશ જેના સાહિત્યનો પ્રચાર અને જનોને સ્વાધ્યાયનો રસ લગાડી જૈન સાહિત્ય વાચી તેને પ્રચાર અને પ્રભાવના કરતાં શીખે, જીવનમાં ઉતારે અને સાચા જેન બને તે છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીના તીર્થની પાસે હમણાં કઈ તીર્થને જીર્ણોદ્ધાર થયા છે. પૂ પા. ગુરુમહારાજ શ્રી દર્શનવિજ્યજી (ત્રિપુટી) મહારાજશ્રીના સદુપદેશ અને પ્રેરણાથી અમદાવાદનિવાસી શેઠ લાલભાઈ ઉદેરામ લઠ્ઠાએ ભગીરથ પ્રયત્ન કરી આ તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યું છે. મંદિર નાનું નાજુક અને દેવભૂવન જેવું બનાવ્યું છે કલકત્તાના સુપ્રસિદ્ધ કાચના મદિરની નાની પ્રતિકૃતિ સમજી લે એવું નાનું ને નજીક મંદિર છે. ભૂલનાયક શ્રી મનમોહન પાર્શ્વનાથજી ભગવાન છે. આ મંદિરમાં વિ. મ. ૨૦૦૩ના મહા સુદ પુર્ણિમાએ પ્રતિષ્ઠા થઈ છે અને પ્રતિષ્ઠા થઈ તેજ વખતે પ્રભુના મુખારવિંદમાંથી અમી ઝર્યું હતું. પ્રતિષ્ઠા પછી પણ યાત્રિકોને અનેક ચમત્કારો જોવામાં આવ્યા અહીં ત્રણ માળની વિશાલ ધર્મશાળા છે, સુ દર ઉપાશ્રય છે. ભેજનશાળા ચાલુ છે અને સાથે પણ અપાય છે. યાત્રિકોને બધી જાતની સગવડ છે. ચાણમાં અને હારીજ વચ્ચે જ કમ્બાઈ સ્ટેશન આવે છે. સ્ટેશન ઉપર જ નવી ધર્મશાળા પણ બધાય છે. રોટેશનથી તીર્થસ્થાન મંદિર ૦ થી ૫ માઈલ દૂર છે. રોજ સ્ટેશન પર ગાડાનું સાધન પણ આવે છે રસ્તે પણ સારો છે. ગામ બહાર મણિલાલ બકાનું મકાન હતું તે પણ મનમોહન પાર્શ્વનાથ કારખાનાને આપવામાં આવ્યું છે. કોઈથી સાત ગાઉ દર શંખલપુર છે કે જે પ્રાચીન શંખપુરીનગરી હતી. ત્યાં પ્રાચીન ત્રણ માળનું ભવ્યા મંદિર છે. ત્યાં પૂ. પા. ગુરુમહારાજ શ્રી દર્શનવિજયજી આદિ ત્રિપુટીના ઉપદેશ અને પ્રેરણાથી વજાદંડાદિ મહોત્સવ પચાસ વર્ષ થયે તેમજ નવીન ધર્મશાળા ધાવવાનું ફેડ, જમીનનું વગેરે પણ નક્કી થઈ ગયું છે. કઈ તીર્થને પ્રાચીન ઇતિહાસ સલમી સદીથી તો મળે જ છે. જગદ્ગુરુ શ્રી મ મોમાં કુંડ પાસેના પાણીના બંધનું છેદકામ થતાં નીચે પ્રાચીન જન મૂર્તિઓ નીકળી હતી પરંતુ અનેક કારણોને લીધે તે મૂર્તિઓ હતી તે જ રથળે હાંકી દેવામાં અાવી છે.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 651