Book Title: Jain Tattva Prakasha 3rd Edition Author(s): Dhirajlal D Mehta Publisher: Jain Dharm Prasaran Trust SuratPage 15
________________ - ઉપદેશ આપનાર તો અરિહંત ભગવન્તો જ છે, માટે મૂળ ઉપકારી" હોવાથી અરિહંત ભગવન્તોને પ્રથમ નમસ્કાર કર્યા છે. જેમ પહેલી ચોપડી ભણનારા બાળકને ભણાવનાર શિક્ષક-શિક્ષિકાનો અભ્યાસ માત્ર સાત ચોપડીનો જ હોય છે. પછી પહેલી ચોપડી ભણતો તે બાળક આગળ વધુ ભણીને કૉલેજ ગયા બાદ ગ્રેજ્યુએટ બને છે, આમ છતાં સાત-આઠ ચોપડી ભણેલા અને પોતાને ભણાવનારા તે પ્રાથમિક શાળાના શિક્ષકશિક્ષિકાને નમસ્કાર કરે છે, માન આપે છે. તેમ અરિહંત ભગવંતો ઉપકારી હોવાથી પ્રથમ વંદનીય છે. આ અરિહંત અને સિદ્ધ થનારા પરમાત્માઓ આપણી જેમ પહેલાં તો સંસારમાં ભ્રમણ કરતા હતા, તેઓ પણ જન્મ, જરા અને મરણમાં બંધાયેલા જ હતા. અનેક ભવોમાં ભ્રમણ કરતા હતા, પરંતુ પોતાની ભવિતવ્યતા પાકવાથી તેવા પ્રકારનાં શુભનિમિત્તો મળવાથી અને સારો પુરુષાર્થ કરવાથી આત્મા ધર્માભિમુખ બન્યા અને સુંદર ધર્મ-આરાધના કરી મનુષ્યભવ પામીને સર્વકર્મોનો ક્ષય કરી પછી મોક્ષે ગયા છે. ઇશ્વર જગત્કર્તા નથી આ પરમાત્માઓ જ્યારે કેવળજ્ઞાન પામે છે, ત્યારે ત્યારે સંસારી જીવોને ધર્મનો ઉપદેશ આપીને સંસારનું સ્વરૂપ બતાવે છે. આ પરમાત્માઓ સંસારનું સ્વરૂપ બતાવનારા છે, પરંતુ સંસારને બનાવનારા નથી. આ સંસાર અનાદિકાળનો સ્વયં છે જ. તેનો કોઈ કર્તા નથી. જે કંઈ રૂપાન્તરો થાય છે તે તેમાં ઉત્પન્ન થનારા જીવોએ કરેલાં છે. ૧ ઉપકારી = ઉપકાર કરનારા. ર વંદનીય = વંદન કરવાને લાયક. ૩ અનેક = ઘણા ભવોમાં. ૪ ભવિતવ્યતા = ભાવિમાં સારું થવાનો કાળ. ૫ પુરુષાર્થ = પ્રયત્ન-મહેનત. ૬ ધર્માભિમુખ = ધર્મ તરફ વળવું તે. ૭ રૂપાન્તરી = એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં આવવું તે. પ્રતિક્રમણ સૂત્ર - ૧૧ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 252