________________
આવા મોક્ષે ગયેલા અનંતા જીવો છે, અને હજુ અનંતા મોક્ષે જશે. આ સિદ્ધ પરમાત્માઓ લોકના છેડે ઉપર જઈ વસે છે. પિસ્તાલીસ લાખ યોજનના વિસ્તારવાળી સિદ્ધશિલાથી પણ એક યોજન ઊંચા જાય છે.
કોઇને જિજ્ઞાસાને કારણે પ્રશ્ન થાય, “શું જ્યોતમાં જેમ જ્યોત મળી જાય, તે રીતે મોક્ષમાં ગયેલા તમામ જીવો મળી જાય છે ખરા ? શું ત્યાં બધા આત્માઓનો એક આત્મા બની જતો હશે ?”
આનો ઉત્તર છે : “ના, મોક્ષમાં સર્વ આત્માઓનો એક આત્મા બનતો નથી, સર્વ આત્માઓ જુદા-જુદા જ રહે છે. પરંતુ એક ખંડમાં એક દીવો પ્રગટાવીએ તો તે એક દીવાનો પ્રકાશ તે ખંડમાં રહે છે, અને એ ખંડમાં એકસો દીવા પ્રગટાવીએ તો એકસો દીવાનો પ્રકાશ પણ તે રૂમમાં જ સમાઈ જાય છે. તે બીજા સો દીવાના પ્રકાશને રહેવા માટે જુદું ક્ષેત્ર ન જોઇએ, તેમ સિદ્ધના જીવો અશરીરી હોવાથી તેટલા ક્ષેત્રમાં અનંતા છે તો પણ સમાઈ જાય છે, એમ સમજવું. જ્યારે અનંતા જીવોનો એક આત્મા બની જાય છે એમ ન સમજવું.
ન્યાય-વૈશેષિક દર્શનકારી ઇશ્વર (પરમાત્મા) એક જ છે એમ માને છે. જે જે જીવો મોક્ષે જાય છે તે તમામ ઈશ્વરમાં મળી જાય છે, એમ કહે છે, પરંતુ તે અંગે જૈનદર્શનનો મત જુદો છે. જેમ અહીં સર્વે આત્માઓ સ્વતંત્ર છે, તેમ ત્યાં પણ સ્વતંત્ર રહે છે. જીવ જ્યારે મોક્ષે જાય ત્યારે તેનો પ્રારંભ થાય છે. તેને સાદિ કહેવાય છે, પરંતુ ત્યાંથી કદાપિ પાછું આવવાનું નથી, માટે અનંત કહેવાય છે. એમ એક સિદ્ધ પરમાત્મા સાદિ-અનંત છે, પરંતુ સર્વસિદ્ધોને આશ્રયી વિચારીએ તો અનાદિ-અનંત છે.”
૧ અનંતા = જેનો પાર ન આવે, છેડો ન આવે તે. ૨ સિદ્ધશિલા = સિદ્ધ પરમાત્માઓની નીચે જાણે તેમને રહેવા માટેની શિલા હોય તે. ૩ ન્યાય = ગૌતમઋષિનું બનાવેલું દર્શન. ૪ વૈશેષિક = કણાદઋષિનું બનાવેલું દર્શન. ૫ કદાપિ = કોઈ પણ દિવસ. ૬ સાદિ-અનંત = જેની આદિ છે, પણ અંત નથી. ૭ અનાદિ-અનંત = જેની આદિ પણ નથી અને અંત પણ નથી તે.
( પ્રતિકમણ સન ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org