________________
કરવા અને પાપી માણસોનું દમન કરવા પુનઃ સંસારમાં જન્મ ધારણ કરે છે અને તે વખતે શરીર હોવાથી ધર્મનો ઉપદેશ કરે છે. તો તે વાત પણ વ્યાજબી નથી, કારણ કે પ્રભુ મોક્ષે ગયા પછી રાગ, દ્વેષ અને મોહ વિનાના હોય છે. કર્મ વિનાના હોય છે. ફરીથી જન્મ શા માટે લે ? કારણ કે તેમને ધમ જીવો ઉપર રાગ નથી, પાપી જીવો ઉપર દ્વેષ નથી, આથી પ્રભુ મોક્ષે ગયા બાદ ફરી સંસારમાં જન્મતા નથી, તેથી મોક્ષે જતાં પહેલાં માનવદેહે ધર્મનો ઉપદેશ આપે છે. આવા તારક અરિહંત પરમાત્મા તીર્થંકર દેવને હું પ્રણામ કરું છું, તેમ નમસ્કાર મહામંત્રના પ્રથમ પદમાં કહ્યું છે !
સિદ્ધ
' જે આત્માઓ આઠે કર્મોનો ક્ષય કરી, શરીરનો ત્યાગ કરી, અશરીરીક બની, અનંતજ્ઞાનાદિગુણમય સહજાનંદી બન્યા છે, તેઓને સિદ્ધ કહેવાય છે. અરિહંત પરમાત્માઓ પણ કેવલજ્ઞાની બન્યા પછી આ મનુષ્યભવનું બાકી રહેલું આયુષ્ય પૂર્ણ કરી બાકીનાં ચાર અઘાતી કર્મો ખપાવી મોક્ષે જાય છે ત્યારે બાકીના સિદ્ધ બને છે. કોઈ જીવો તીર્થંકરપણું પામીને સિદ્ધ થાય છે જેમકે તીર્થકર શ્રી ઋષભદેવ પ્રભુથી તીર્થકર શ્રી મહાવીરસ્વામી પ્રભુ સુધીના તીર્થકરો. કોઇ જીવો તીર્થકર થયા વિના પણ સામાન્ય કેવલજ્ઞાની થઇને પણ સિદ્ધ થાય છે. જેમ કે સુધર્માસ્વામી, | પુંડરિકસ્વામી, ગૌતમસ્વામી, જંબુસ્વામી વગેરે.
સિદ્ધ થયેલા આત્માઓ રાગાદિ વિનાના છે, માટે ફરીથી સંસારમાં જન્મ પામતા નથી, અશરીરી હોવાથી કોઈને દેખાતા નથી.
૧ દમન = દબાવવું, દમવું. ર વ્યાજબી = યોગ્ય, યુક્તિસંગત. ૩ તારક = તારનાર. ૪ અશરીરી = શરીર વિનાના. ૫ સહજાનંદી = સ્વાભાવિક આનંદવાળા. ૬ સામાન્ય કેવળજ્ઞાની = તીર્થકર થયા વિના જે કેવળજ્ઞાન પામે તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org