Book Title: Jain Tattva Prakasha 3rd Edition
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 10
________________ તેમજ પરસેવા તથા મેલથી રહિત હોય છે. (૩) પરમાત્માના આહારનિહાર કોઈને દેખાતાં નથી. (૪) પરમાત્માના શરીરનું માંસ અને રુધિર દૂધ જેવું શ્વેત હોય છે. કોઇના મનમાં પ્રશ્ન ઊઠે, “માનવીના દેહમાં શું માંસ અને રુધિર સફેદ હોઈ શકે ખરું ?” આનો ઉત્તર એ છે કે, “સ્ત્રીને બાળક ન હોય ત્યાં સુધી તેના શરીરમાં રુધિર લાલ હોય છે, પરંતુ બાળક જન્મ્યા પછી બાળક પરના વાત્સલ્યભાવને કારણે તેમના સ્તનભાગમાં રુધિર પણ શું દૂધરૂપે સફેદ નથી બનતું ? પોતાના બાળક પ્રત્યેના વાત્સલ્યભાવને કારણે શરીરના ફક્ત સ્તનભાગમાં રુધિરનું શ્વેત દૂધરૂપે પરિવર્તન થાય છે, તો પછી સંસારના તમામ જીવો પર જેમને અપાર વાત્સલ્યભાવ છે તેવા અરિહંત પરમાત્માનું આખું શરીર દૂધરૂપ કેમ ન હોય ! પ્રશ્ન : બીજા અતિશયો કયા કયા હોય છે ? ઉત્તર : પરમાત્મા જ્યારે કેવળજ્ઞાન પામે ત્યારે ઘાતકર્મોનો ક્ષયથી ૧૧, અને દેવોએ ભક્તિથી બનાવેલા ૧૯ એમ બીજા ૩૦ અતિશયો તે વખતે થાય છે. તીર્થકર | પ્રશ્ન : તીર્થ એટલે શું ? પરમાત્મા તીર્થકર કેમ કહેવાય છે ? ; ઉત્તર : જેનાથી સંસાર તરાય, ભવસાગર તરી શકાય તેને તીર્થ કહેવાય છે. તેવાં તીર્થો બે પ્રકારનાં છે. : (૧) સ્થાવર૬, (૨) જંગમ જે તીર્થ એક ગામમાં એક સ્થળે જ સ્થિર રહે, હાલ-ચાલે નહીં, તે સ્થાવર તીર્થ કહેવાય છે. જેમકે શત્રુંજય, ગિરનાર, આબુ, સમેતશિખર વગેરે. ૧ આહાર = ભોજન, ખોરાક. ૨ નિહાર = મળ-મૂત્ર, ઝાડો-પેશાબ. ૩ રુધિરાદિ = લોહી વગેરે. ૪ સફેદ = ધોળુ (વ્હાઇટ). ૫ વાત્સલ્યભાવ = માતાનો સંતાન પ્રત્યેનો નેહ. ૬ સ્તનભાગ = સ્ત્રીની છાતીનો ભાગ. ૭ ભક્તિથી = હૈયાના ભાવથી. ૮ સ્થાવર = સ્થિર રહે તે.. ૯ ત્રસ = હાલે - ચાલે તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 252