________________
આ કારણે તેઓ વીતરાગ કહેવાય છે. જેમના જીવનમાંથી રાગ –ષ - મોહ - કષાય વગેરે આત્માના અંદરના - આંતરિક શત્રુઓ ચાલ્યા ગયા છે, તે વીતરાગ કહેવાય છે. આ પરમાત્માઓ વીતરાગ છે, આથી વીતરાગની મૂર્તિ એમની વીતરાગતાને કેવી પ્રભાવક રીતે દર્શાવે છે. આ મૂર્તિને આંખો નમણી એટલે કે ઢળેલી છે, એમના હાથમાં કે દેહ પર કોઇ શસ્ત્ર નથી. એમની બાજુમાં પણ કોઈ નારી મૂર્તિ નથી. પરિણામે તેઓ સાચે જ વીતરાગ અર્થાત્ મોહ વિનાના પ્રભુ છે. વળી આવા વીતરાગ પરમાત્મા સર્વજ્ઞ પણ છે. તેઓ ત્રણે કાળના સર્વ પદાર્થોને જોઈ શકે તેવું જ્ઞાન તેમને થયેલું છે. આ બન્ને વિશેષણો વડે જૈનપરમાત્મા અન્ય ધર્મના દેવોથી જુદા છે. આ ભિન્નતા જ એમની આગવી ભાવનાઓની દર્શક બને છે.
અરિહંત
આ પરમાત્મા બે પ્રકારના હોય છે : (૧) અરિહંત, (૨) સિદ્ધ. જેઓ માનવદેહે જન્મ પામી, સંસારનો ત્યાગ કરી, સાધુ બની, અનેક ઉપસર્ગો, પરિષહો૧૦ સહન કરી, ચાર ઘાતી કર્મો ખપાવીને કેવળજ્ઞાન પામી તીર્થની સ્થાપના કરે છે તેમને અરિહંત કહેવાય છે, તથા તીર્થકર૧૪ પણ કહેવાય છે. જેમ કે આ ભરતક્ષેત્રમાં થયેલા ઋષભદેવથી માંડીને મહાવીરસ્વામી સુધીના ૨૪ પરમાત્માઓ જે થયા તે અરિહંત કહેવાય છે. મહાવિદેહ ક્ષેત્રમાં અરિહંત પરમાત્માઓ ઘણા થયા છે.
૧ રાગ = પ્રીતિ, પ્રેમ સંબંધ, મીઠાશ, ૨ ષ = અપ્રીતિ, કડવાશ, વેરઝેર. ૩ મોહ = અજ્ઞાન, અણસમજ. ૪ કષાય = ગુસ્સો, આવેશ વગેરે. ૫ નમણી = નમેલી, ઢળતી, ગુસ્સા વગરની. ૬ ત્રણે કાળના = વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળના. ૭ વિશેષણો = ભગવત્તની વિશેષતા-ખાસિયત બતાવતાં પદો. ૮ માનવદેહ = મનુષ્યભવના શરીરથી, ૯ ઉપસર્ગ = પશુ-પક્ષી, માનવ અને દેવો તરફથી આવતી આપત્તિઓ. ૧૦ પરીષહ = કુદરતી આવતી આપત્તિઓ. ૧૧ ઘાતકર્મ = આત્માના ગુણોનો નાશ કરનારાં. ૧૨ ખપાવીને = નાશ કરીને, તોડીને. ૧૩ તીર્થની = જેનાથી સંસાર તરાય તે. ૧૪ તીર્થકર = તીર્થને કરનારા ભગવંતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org