________________
અરિ એટલે દુશ્મન અને હંત એટલે હણનારા.
આત્માના દુશ્મનને હણનારા તે અરિહંત. જો કે તીર્થકર ન થનારા અને ઘાતકર્મોનો ક્ષય કરીને કેવળજ્ઞાન પામનારા જીવો સુધર્માસ્વામી, જંબૂસ્વામી વગેરે દુશ્મનોને હણનારા કહેવાય છે, છતાં તેઓ અરિહંત કહેવાતા નથી. આવું કેમ? આનાં બે કારણો છે :
(૧) કેટલાક શબ્દો યોગરૂઢ હોય છે. તેનો અર્થ જેટલાને લાગુ પડતો હોય તે બધાને નહીં, પણ અમુકને જ લાગુ પડે છે. જેમ કે પંકજ શબ્દનો અર્થ “કાદવમાં ઉત્પન્ન થયેલું” તેવો થાય છે. પરંતુ હકીકતમાં, કાદવમાં ઉત્પન્ન થનારી તમામ વસ્તુઓને “પંકજ' કહેવાતી નથી. માત્ર કમળને જ પંકજ કહેવાય છે. આ રીતે સર્વે વીતરાગ-સર્વજ્ઞ થનારાને અરિહંત કહેવાતા નથી. ફક્ત તીર્થકરોને જ અરિહંત કહેવાય છે.
| (૨) “અરિહંત' શબ્દ પ્રાકૃત છે. તેનો મૂળ શબ્દ સંસ્કૃત ભાષામાં (અહ) છે. અહિં એટલે યોગ્ય, જે ચોત્રીશ અતિશયોને યોગ્ય હોય તેઓ જ અરિહંત કહેવાય. તીર્થકર ભગવન્તોને જ ૩૪ અતિશયો હોય છે, આથી તીર્થકર ભગવન્તોને જ અરિહંત કહેવાય છે. ૩૪ અતિશયો
પ્રશ્ન : અરિહંત ભગવન્તોના ૩૪ અતિશયો કયા કયા હોય છે?
ઉત્તર : ૪ જન્મથી, ૧૯ દેવોએ કરેલા અને ૧૧ કર્મક્ષયથી એમ કુલ ૩૪ અતિશયો અરિહંત ભગવન્તોને હોય છે.
પ્રશ્ન : જન્મથી જે ચાર અતિશયો હોય છે તે ક્યા કયા હોય છે?
ઉત્તર : (૧) પરમાત્માના શરીરનો શ્વાસોશ્વાસ અત્યન્ત સુગંધિત હોય છે. (૨) પરમાત્માનું શરીર અદ્ભુત, રૂપવાન, સુગંધવાળું, નિરોગી
૧ યોગરૂઢ = જે શબ્દનો જેટલો અર્થ થતો હોય ત્યાં બધે ન વપરાય છે. ર પંકજ = કમળ-પુષ્પ હોઈ શકે એવી વિશેષતા. ૩ અતિશય = સામાન્ય માનવીમાં ન હોય તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org